Sunday, Sep 14, 2025

આજે ઘરની બહાર નીકળતા ચેતજો સિટી બસ બંધ છે, જાણો કેમ

2 Min Read

સુરત મહાનગરપાલિકા સંચાલિત સીટી અને બીઆરટીએસ બસની વિવાદી કામગીરીને કારણે તળિયાઝાટક બદલી કરવામાં આવી છે. થોડા દિવસ પહેલા થયેલા અકસ્માતને કારણે લોકોમાં અને રાજકારણીઓમાં ભારે રોષને પગલે પાલિકા કમિશનરે સીટી લિંકના વડાને બદલી નાખવા સાથે અનેક કર્મચારીઓની પણ બદલી કરી દીધી છે. સીટી લિંકમાં અનેક ફેરફાર છતાં વિવાદ અટકવાનું નામ લેતો નથી.

સુરતમાં BRTS અને સિટી બસચાલકો અચોક્કસ મુદતની હડતાલ પર ઉતર્યા છે. અઠવાગેટ ચોપાટી ખાતે મોટી સંખ્યામાં ડ્રાઇવરો અને કંડક્ટરો એકત્રિત થઈને સૂત્રોચાર કર્યો હતો. BRTS અને સિટી બસના ડ્રાઈવરો દ્વારા સતત કરવામાં આવતા અકસ્માતને કારણે સરકાર દ્વારા કાયદા બનાવવાની ફરજ પડી હતી. સરકારે અકસ્માતમાં કોઈનું મોત થાય તો લાખો રૂપિયાનો દંડ અને ૧૦ વર્ષ સુધીની સજાની જોગવાઈ કરવામાં આવી હતી. સરકારના નવા નિયમમાં કારણે ડ્રાઇવરો અને કંડક્ટરોને મુશ્કેલીમાં વધારો થતો હોવાનું લાગ્યું હતું. તેથી આજે એકાએક કર્મચારીઓએ નારા બાજી કરીને નવા કાયદાનો વિરોધ કર્યો હતો. અઠવાગેટ ચોપાટી પાસે એકત્રિત થયા બાદ જિલ્લા કલેકટરને આવેદન આપવા માટે પહોંચ્યા હતા.

મહાનગરપાલિકાએ અનેક પ્રકારની કોન્ટ્રાક્ટ એજન્સીઓ માટે નીતિ નિયમો બનાવ્યા છે, જેનું પાલન કરવાનું રહેશે, જો કોઈ પાલન નહીં કરે તો તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે કોન્ટ્રાક્ટ આધારિત બીઆરટીએસ બસો અને સિટી બસોના ડ્રાઇવરો દ્વારા થતા માર્ગ અકસ્માતો અટકાવવા અને કંડક્ટરો પૈસા લીધા બાદ બસ મુસાફરોને ટિકિટ ન આપતા હોવાના કિસ્સાઓ અટકાવવા મહાનગરપાલિકાએ કડક પગલાં લીધા છે.

આ પણ વાંચો :-

Share This Article