Saturday, Sep 13, 2025

ગુજરાતમાં બે દિવસ યલો એલર્ટ! સુરત સહિત આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી

2 Min Read

અરબી સમુદ્રમાં બનેલી સિસ્ટમને કારણે ગુજરાતના હવામાનમાં પલટો આવ્યો છે અને ઘણા જિલ્લાઓમાં ચોમાસું પૂરું થયા બાદ ફરીથી વરસાદ શરૂ થયો છે. હાલ આ સિસ્ટમ વેલ માર્ક્ડ લો પ્રેશર એરિયા બની ગઈ છે. આ સિસ્ટમને કારણે આજે અને આવતીકાલે ભારે વરસાદની આગાહી છે.

Bihar Weather: बिहार में ये दो दिन पड़ेगी जोरदार बारिश, मौसम विभाग ने बताया कबतक मानसून सक्रिय रहेगा...

આજે પણ રાજ્યના કેટલાક જિલ્લામાં મેઘરાજાની પધરામણી થઇ શકે છે. નવ જિલ્લા અને ત્રણ સંઘ પ્રદેશના છુટાછવાયા સ્થળો પર આજે ગાજવીજ સાથે ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. સૌરાષ્ટ્રના જૂનાગઢ, અમરેલી અને ભાવનગર જિલ્લાના છુટાછવાયા સ્થળો પર આજે ભારે વરસાદ વરસી શકે છે… તો ગીર સોમનાથ જિલ્લામાં ભારે વરસાદની આગાહીને પગલે હવામાન વિભાગે યલો એલર્ટ જાહેર કર્યુ છે.

દક્ષિણ ગુજરાતના પાંચ જિલ્લાના છુટાછવાયા સ્થળો પર આજે ભારે વરસાદની આગાહીને પગલે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડમાં ગાજવીજ સાથે ભારે વરસાદ વરસી શકે છે.

સૌરાષ્ટ્રના ચાર જિલ્લામાં વરસાદની શક્યતાને જોતા હવામાન વિભાગે યલો એલર્ટ જાહેર કર્યું છે. જેમાં જૂનાગઢ, અમરેલી,ભાવનગર, ગીર સોમનાથનો સમાવેશ થાય છે. દક્ષિણ ગુજરાતના 5 જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં સુરત, તાપી, નવસારી ડાંગ, વલસાડનો સમાવેશ થાય છે. વરસાદની શક્યતાને જોતા હવામાન વિભાગે સંઘ પ્રદેશ દીવ, દમણ, દાદરાનગર હવેલીમાં યલો એલર્ટ જાહેર કર્યુ છે. હવામાનના મોડલ પરથી કહી શકાય કે, આ સિસ્ટમના કારણે સર્જાયેલ વરસાદ આગામી 15 ઓક્ટોબર સુધી રહી શકે છે. 15 ઓક્બર બાદ ગુજરાતમાં વરસાદની નહિવત શક્યતા છે.

આ પણ વાંચો :-

Share This Article