સુરત ખાતે ‘ભાવાત્મક સંવાદિતામાં શરીરના ઉર્જા કેન્દ્રનો પરિચય’ વર્કશોપ યોજાઇ

2 Min Read

સુરતની કતારગામ સ્થિત શેઠ દલીચંદ વીરચંદ શ્રોફ- અશકતાશ્રમ ટ્રસ્ટ સંચાલિત વિનસ હોસ્પિટલ ખાતે ટ્રસ્ટી શ્રી અનિલ મર્ચન્ટના માર્ગદર્શન હેઠળ ટી.એન્ડ ટી.વી.ઇન્સ્ટીટયુટ ઓફ નર્સિંગ દ્વારા GNM અને B.Sc (નર્સિંગ), પોસ્ટ બેઝિક B.Sc (નર્સિંગ), M.Sc (નર્સિંગ)ના વિદ્યાર્થીઓ માટે ‘ભાવાત્મક સંવાદિતામાં શરીરના ઉર્જા કેન્દ્રનો પરિચય’ અર્થાત ધ જર્ની ટુ ઈમોશનલ હાર્મની-એક્સ્પ્લોરીંગ બોડીસ એનર્જી સેન્ટર વિષય પર માનસિક, શારીરિક અને સંવેદનાસભર વાણી, વર્તન, વ્યવહાર જેવા નાજુક કેન્દ્ર બિંદુઓની સમજણ સંદર્ભે વર્કશોપ યોજાયો હતો.

આ પ્રસંગે વડોદરાના બેનિટો લાઈફ સોલ્યુશન પ્રા.લિ.ના મેનેજિંગ ડિરેક્ટર, લાઇફકોચ, વાણીવ્યવહારના પરામર્શક, માનસશાસ્ત્રના પથદર્શક, મોટીવેટર અને ચક્રસંહિતાના લેખક જીતેન્દ્ર પટવારીએ આત્મશોધ, તનાવ, કામના સ્થળે વ્યાકુળતા, સંકોચ, બીક, ઈર્ષા, ચિંતા, ઈચ્છા મગજની ગ્રહણશક્તિ અને ઊર્જાના શ્રોત, તરૂણાવસ્થાની વ્યથા અને મૂંઝવણો, હોસ્પિટલ અને હોસ્ટેલ જીવનની તકલીફો, સાઇબર ગુનાઓ, વિશ્વાસઘાત અને તેની જાગૃતતા જેવા મુદ્દાઓનું તાર્કિક વિશ્લેષણ જેવા મુદ્દાઓ પર રસપ્રદ સમજ આપી હતી. તેમણે મનની અમાપ શક્તિ અને સમસ્યાઓના ઉકેલ તથા ધ્યાન અને મનની આંતરિક શાંતિ માટે નાના સ્વ-મેળે થતા વૈજ્ઞાનિક પ્રયોગો દ્વારા માનસિક શાંતિ, તંદુરસ્તી અને દર્દીઓની સારવાર સાથે વાર્તાલાપ તેમજ વર્તનમાં આત્મીયતા કેળવવા અંગે માર્ગદર્શન આપ્યું હતું.

સુરત સરકારી નર્સિંગ કોલેજના પ્રિન્સિપાલ ડો.ઇન્દ્રાવતી રાવે મન, શરીર અને રોજબરોજની પ્રવૃતિના તાલમેલથી માનસિક સંતુલિત થવા જણાવ્યું હતું. સંસ્થાના આચાર્ય પ્રો.કિરણ દોમડીયાએ ભાવાત્મક સંવાદિતામાં શરીરના ઉર્જાકેન્દ્રનો સકારત્મક સરવાળો થાય તો સરળતા સદ્દભાવનામાં કેળવાય છે એમ જણાવ્યું હતું.

આ પણ વાંચો :-

Share This Article