Thursday, Oct 23, 2025

25 વર્ષ પહેલા ગાયબ થયેલી મહિલા આજે મળી, પરિવારે કરી ચુક્યો હતો અંતિમ સંસ્કાર

3 Min Read

કર્ણાટકમાંથી 25 વર્ષ પહેલા ગાયબ થયેલી મહિલા હિમાચલમાં મળી છે. લગભગ બે દાયકા પહેલા તે પરિવાર સાથે અલગ થઇ ગઇ હતી અને પરિવારે તેને મૃત માનીને અંતિમ સંસ્કાર પણ કરી દીધા હતા. હવે મહિલા હિમાચલના મંડીમાં જીવિત મળી છે. જિલ્લા તંત્રના અધિકારીઓની પહેલથી મહિલા પોતાના પરિવારજનોને મળી છે. તે કર્ણાટકના વિજયનગર ગામના દનાયાકનાકેરેની છે અને લગભગ 25 વર્ષ પહેલા ગાયબ થઇ ગઇ હતી.

આ દુનિયામાં ઘણીવાર અશક્યને પણ શક્ય થતા લોકોએ જોયું છે. કઇંક આવું જ કર્નાટકના એક પરિવાર સાથે થયું છે, જેમણે 25 વર્ષ પહેલા સકમ્માને મૃત માનીને તેના અંતિમ સંસ્કાર કર્યા હતા. કર્ણાટકમાંથી સકમ્મા ગુમ થયા બાદ અકસ્માતમાં એક મહિલાનો વિકૃત મૃતદેહ મળી આવ્યો હતો, જેને પરિવારના સભ્યોએ સકમ્મા હોવાનું માની તેના અંતિમ સંસ્કાર કર્યા હતા. ઘરમાં સકમ્માની તસવીર પર માળા પણ ચઢાવવામાં આવી હતી, જેને હવે પરિવારે હટાવી દીધી છે.

તે ક્યારે અને કેવી રીતે હિમાચલ પહોંચી તે વિશે વધુ માહિતી મળી નથી. વર્ષ 2018 માં, સકમ્મા હિમાચલમાં ત્યજી દેવાયેલી મળી હતી, ત્યારબાદ તે ઘણા આશ્રમોમાં રહી હતી. હાલમાં સકમ્મા વૃદ્ધાશ્રમ ભંગરોતુમાં રહેતી હતી. મંડીના એડિશનલ ડેપ્યુટી કમિશનર રોહિત રાઠોડે તાજેતરમાં વૃદ્ધાશ્રમ ભાંગરોતુનું નિરીક્ષણ કર્યું હતું. તેમણે સકમ્મા સાથે વાત કરી, પરંતુ તેણીને હિન્દી આવડતી ન હતી, જેના કારણે તેના પરિવારની ચોક્કસ વિગતો જાણી શકાઈ નહોતી.

રોહિત રાઠોડે કન્નડ ભાષામાં વાત કરવા માટે કર્ણાટકના કાંગડા જિલ્લામાં સેવા આપતા SDM પાલમપુરના પદ પર તૈનાત IASઓ અધિકારી નેત્રા મૈત્તી સાથએ મહિલાની વાત કરાવી હતી અને તેના ઘર વિશે જાણકારી મેળવવામાં આવી હતી. તે બાદ મંડી જિલ્લામાં કાર્યરત કર્ણાટકના જ રહેવાસી IAS પ્રોબેશનર અધિકારી રવિ નંદનને વૃદ્ધ આશ્રમમાં મોકલીને મહિલા સાથે વધુ વાતચીત કરાવી હતી અને તે બાદ મહિલાનો વીડિયો બનાવી કર્ણાટક સરકાર સાથે શેર કર્યો હતો.

અપૂર્વ દેવગને જણાવ્યું કે રાજ્ય સરકાર, અધિકારીઓ અને કર્ણાટક સરકારના સહયોગથી આ મહિલાના પરિવારજનોને શોધવામાં આવ્યા છે. મંડીના એડિશનલ ડેપ્યુટી કમિશનર અનુસાર, તે પરિવાર સાકમ્માને મળવાની આશા છોડી ચુક્યુ હતું અને તેમના બાળકો એમ માનતા હતા કે તે હવે આ દુનિયામાં નથી.

આ પણ વાંચો :-

Share This Article