Saturday, Sep 13, 2025

લગ્નના ૧૮ વર્ષ બાદ આ બોલીવૂડ અભિનેતા પત્નીથી અલગ થશે ?

3 Min Read
  • લગ્નના ૧૮ વર્ષ બાદ અભિનેતા તેની પત્ની નતાશાથી અલગ થશે. આ સમાચાર ફરદીન ખાનના ચાહકો માટે મોટો ઝટકો સમાન છે.

બોલિવૂડ અભિનેતા ફરદીન ખાનના લગ્નજીવનમાં ઘણી મોટી ઉથલપાથલ ચાલી રહી છે. જેને પગલે તેણે પત્ની નતાશા માધવાણીથી અલગ થવાનો નિર્ણય લીધો છે. લગ્નના 18 વર્ષ બાદ અભિનેતા તેની પત્ની નતાશાથી અલગ થશે. આ સમાચાર ફરદીન ખાનના ચાહકો માટે મોટો ઝટકો સમાન છે.

મીડિયા અહેવાલ અનુસાર અભિનેતા ફરદીન ખાન અને નતાશા માધવાણીએ નિર્ણય લીધો છે કે તેઓ તેમના 18 વર્ષના લગ્નજીવનનો અંત લાવવા માંગે છે. ફરદીન અને નતાશા ઘણા સમયથી અલગ રહેતા હતા. ફરદીન ખાન મુંબઈમાં રહે છે અને તેની પત્ની નતાશા તેની માતા સાથે લંડનમાં રહે છે.

લાંબા સમય સુધી અલગ રહ્યા બાદ હવે આખરે તેઓએ ડીવોર્સ લેવાનું મન બનાવી લીધું છે. જો કે તેમના અલગ થવાનું કારણ હજુ સુધી સ્પષ્ટ થયું નથી. અભિનેતા અને તેની પત્નીએ આ અહેવાલો પર કોઈ પ્રતિક્રિયા આપી નથી.

E-Times ના અહેવાલ મુજબ હવે બંને વચ્ચે બધુ બરાબર નથી ચાલી રહ્યું. બંને વચ્ચેનું અંતર એટલું વધી ગયું છે કે બંને એક વર્ષથી એકબીજાથી અલગ રહે છે. ફરદીન મુંબઈમાં રહે છે. જ્યારે નતાશા તેની માતા સાથે લંડનમાં રહે છે. હવે આ કપલે એકબીજાથી છૂટાછેડા લેવાનો નિર્ણય લીધો છે.

મહત્વનું છે કે નતાશા માધવાણી ૭૦-૮૦ના દાયકાની સુપરહિટ અભિનેત્રી મુમતાઝની દિકરી છે. મુમતાઝે વર્ષ ૧૯૭૪માં મયુર માધવાણી સાથે લગ્ન કર્યા હતા. તેમને બે દીકરીઓ તાન્યા અને નતાશા છે. નતાશાએ વર્ષ ૨૦૦૫માં ફરદીન ખાન સાથે ખૂબ ધામધૂમથી લગ્ન કર્યા હતા. આ લગ્નમાં બોલિવૂડના તમામ સ્ટાર્સે હાજરી આપી હતી. તેમના લગ્ન ખૂબ ચર્ચામાં રહ્યા હતા. નતાશા અને ફરદીનને એક પુત્રી અને એક પુત્ર એમ બે બાળકો છે.

કોણ છે નતાશા ? 

તમને જણાવી દઈએ કે નતાશા ૮૦ના દાયકાની જાણીતી અભિનેત્રી મુમતાઝની પુત્રી છે. જેમણે રાજેશ ખન્નાથી લઈને ધર્મેન્દ્ર સુધી ઘણી સુપરહિટ ફિલ્મો આપી છે. બંનેએ એક બીજા સાથે ભવ્ય અંદાજમાં લગ્ન કર્યા હતા. બંનેને બે બાળકો પણ છે. આ રિપોર્ટ અનુસાર જ્યારે ફરદીન સાથે આ અંગે વાત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો તો તેણે આ અંગે કંઈપણ કહેવાનો ઈન્કાર કરી દીધો.

આ પણ વાંચો :-

 

 

Share This Article