દિલ્હીમાં મહિલા સન્માન યોજના અને વૃદ્ધો માટેની સંજીવની યોજના મુદ્દે ભાજપ અને આમ આદમી પાર્ટી સામસામે છે. ભાજપે અરવિંદ કેજરીવાલ પર છેતરપિંડી અને જનતાને ગેરમાર્ગે દોરવાનો આરોપ લગાવ્યો છે. તો આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને પૂર્વ સીએમ અરવિંદ કેજરીવાલે દાવો કર્યો છે કે આગામી થોડા દિવસોમાં નકલી કેસ બનાવીને મુખ્યમંત્રી આતિશીની ધરપકડ કરવામાં આવી શકે છે. આ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન આતિશી પણ હાજર રહ્યા હતાં.

અરવિંદ કેજરીવાલે કહ્યું કે, સુત્રો પાસેથી મળેલી માહિતી મુજબ હાલમાં જ ED, CBI અને ITની એક બેઠક થઈ છે અને ટૂંક સમયમાં જ અમારા તમામ નેતાઓ પર દરોડા પાડવામાં આવશે. અમને એવી માહિતી પણ મળી રહી છે કે ટ્રાન્સપોર્ટ વિભાગમાં આતિશી વિરુદ્ધ બનાવટી કેસ તૈયાર કરવામાં આવી રહ્યો છે. તેની ધરપકડ થવી જોઈએ. અમને ચૂંટણીમાં રોકવાના પ્રયાસો થઈ રહ્યા છે.
દિલ્હી ભાજપા અધ્યક્ષ વીરેન્દ્ર સચદેવાએ કહ્યું કે, આપણે સતત ડિજિટલ ફ્રોડ વિશે સાંભળીએ છીએ. અરવિંદ કેજરીવાલ દિલ્હીના લોકોને ડિજિટલ ફ્રોડની દિશામાં લઈ જઈ રહ્યા છે. દિલ્હીમાં AAPની સરકાર છે પરંતુ AAP સરકાર જનતાને ચેતવણી આપી રહી છે કે, 2100 રૂપિયાની કોઈ સ્કીમ નથી. સંજીવની નામની કોઈ યોજના કેબિનેટમાં ગઈ નથી. અરવિંદ કેજરીવાલ દિલ્હીની જનતાને છેતરવાનું કામ કરી રહી છે.
આ પણ વાંચો :-