દિલ્હીથી વડોદરા આવતા વિમાનમાં બોમ્બ હોવાની માહિતીથી તંત્ર એલર્ટ થયું છે. એર ઇન્ડિયા ફ્લાઈટ AI-189માં બૉમ્બ હોવાની માહિતી મળતા એન એસ જી કમાન્ડો, સીઆઈએસએફ, તેમજ સ્થાનીક પોલીસ બૉમ્બ સ્ક્વોડ સાથે તંત્ર દોડતું થયું હતું. મળતી માહિતી મજુબ 10 કિલોમીટર દૂર આ ફ્લાઈટને ગ્રાઉન્ડ કરવામાં આવી હતી. જ્યારે મુસાફરોને બીજી ફ્લાયઈટમાં બેસાડવામાં આવ્યા હતા.
જ્યારે બોમ્બની ધમકી મળતાની સાથે જ ફ્લાઈટમાં બોમ્બની તાપસના ધમરધમાટ શરૂ થયા હતા. મોડી રાત સુધી ચેકિંગ કર્યા બાદ ફ્લાઈટમાંથી કોઈ પણ શંકા સ્પદ વસ્તુ ન મળી હોવાની માહિતી મળી રહી છે. ઉલ્લેખનીય છે કે આજે આ ફ્લાઈટે 176 મુસાફરો સાથે દિલ્હીથી ઉડાન ભરી છે. ગતરાત્રે વડોદરા એરપોર્ટથી જનાર 180 મુસાફરો અટવાયા હતા, જે તમામ આજે રિશિડ્યુલ ફ્લાઈટમાં જશે.
પોલીસના જણાવ્યા અનુસાર, 15 મેના રોજ સાંજે 7:30 વાગ્યાની આસપાસ, વડોદરા જવા રવાના થઈ રહેલી એર ઈન્ડિયાની ફ્લાઈટના ટોઈલેટમાં બોંબ શબ્દ લખેલા ટિશ્યુ પેપર મળી આવ્યું હોવાની માહિતી મળી હતી. માહિતી મળ્યા બાદ સમગ્ર ફ્લાઈટમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. મુસાફરોના સામાન સહિત ફ્લાઇટના દરેક ખૂણા અને ખૂણે સર્ચ કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચો :-