સુરત બેઠક સમગ્ર દેશમાં ચર્ચાનું કેન્દ્ર બની હતી. આ બેઠકના કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ રદ થતાં ભાજપના મુકેશ દલાલ બિનહરીફ જીતી ગયા હતાં. ત્યાર બાદ કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણી ભૂગર્ભમાં ઉતરી ગયા હતાં. સુરત બેઠક પરથી નિલેશ કુંભાણીનુ ઉમેદવારી ફોર્મ રદ થયું હતું, ટેકેદારોની સહી મુદ્દે નિલેશ કુંભાણીનુ ફોર્મ રદ થતા તેમના પર અનેક આક્ષેપો પણ થયા હતા. ત્યારે તેઓ ૨૨ દિવસ બાદ મીડિયા સમક્ષ આવી પોતાની વાત રજૂ કરી છે. ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસે નિલેશ કુંભાણીને ૬વર્ષ માટે સસ્પેન્ડ કર્યા છે
નિલેશ કુંભાણીએ કહ્યું કે, મેં કોંગ્રેસના નામે કોરોના કાળમાં સેવા કરી હતી. વધુમાં કહ્યું કે, પાંચ લોકો જ છે જેઓ જ મારો વિરોધ કરતા હતાં પરંતુ તેમને જોઈ લો તેઓ મારી કોઈ સભા દેખાયા જ નથી. જે લોકો કોંગ્રેસમાંથી રાજીનામું આપી આમ આદમી પાર્ટી જતા રહ્યાં હતા તેઓ અત્યારે વિરોધ કરી રહ્યાં છે. જે લોકો વિરોધ કરે છે તેઓને કામ કરવું નથી અને કરવા દેવું પણ નથી. વધુમાં કહ્યું કે, કોંગ્રેસે મારી સાથે પહેલા ગદ્દારી કરી ચુકી છે. ૨૦૧૭માં ટિકિટ આપ્યા પછી કાપી નાંખી હતી અને તે પણ છેલ્લી ઘણીએ કાપી હતી.
કુંભાણીએ કહ્યું કે, કોંગ્રેસને ઊભી રાખવા ૨૪ કલાક સરદાર ફાર્મ ખુલ્લુ રાખી કામ કરતો હતો. ૨૦૧૭માં ટિકિટ આપ્યા પછી ટિકિટ છેલ્લી ઘડીએ કાપી નાખી. અત્યારે આ કોંગ્રેસ માટે કરવાનું નહોતું. પણ મારા કાર્યકર્તા, ટેકેદારો, હોદેદારો, ઓફિસનો સ્ટાફ છે એ નારાજ હતા કે એકપણ વોર્ડ પ્રમુખ બનાવે તો બહારનાને બનાવે. વધુમાં કહ્યું કે, કોંગ્રેસે મને સસ્પેન્ડ કર્યો છે જો, એ કહશે તો અમે કોંગ્રેસમાં રહેવા માટે તૈયાર છીએ અને કોંગ્રેસ નહીં સ્વીકારે તો કંઇક રસ્તો કરીશું, મારા કાર્યકર્તા, ટેકેદારો જે કહેશે તે પ્રમાણે આગળ રાજકારણમાં રહેવું કે, કયાં રહેવું તે નક્કી કરશું.
વકીલ ઝમીર શેખએ કહ્યું કે, ટેકેદારોની ફોર્મમાં પોતાની જ સહી હતી. ટેકેદારોએ ડે.કલેકટર પાસેથી ફોર્મની સહીના પ્રમાણ પત્ર લીધા હતા. એક ડે. કલેકટર ફોર્મની ખરાઈ કરે અને કલેકટર ફોર્મ રદ્દ કરે છે. સુરત પોલીસ કમિશનર તાત્કાલિક કાર્યવાહી કરે તેવી માંગ કરી છે. ચુંટણી અધિકારી સામે ફોજદારી ગુન્હો દાખલ કરવા અરજી કરી છે. ભારતમા લોકસભાની ચુંટણીમા કોંગ્રેસના ઉમેદવારોનુ ફોર્મ રદ્દ થવાના બે કિસ્સા છે. જે આવનારા સમયમા ચૂંટણી પ્રક્રિયાને બદલવા મજબૂર કરશે. આ બંને કેસ છેક સુપ્રીમ સુધી જશે.
આ પણ વાંચો :-