Monday, Sep 15, 2025

કોણ છે IPS અનુ બેનીવાલ? જેના પર લાગ્યો ગંભીર આરોપ, શું છે EWS અનામતનું સત્ય?

2 Min Read

મહારાષ્ટ્ર કેડરની ટ્રેઈની IPS ઓફિસર પૂજા ખેડકર છેલ્લા ઘણાં સમયથી ચર્ચામાં છે. પૂજા પર આરોપ છે કે તેણે અનામતનું બનાવટી સર્ટિફિકેટ બતાવીને UPSCમાં રેન્ક પ્રાપ્ત કર્યાં. પૂજાનું નામ સામે આવ્યા બાદ સોશિયલ મીડિયા પર સવાલોનો વરસાદ થઈ ગયો છે. ઘણા લોકોનું કહેવું છે કે પૂજાની જેમ કેટલાય લોકોએ બનાવટી ડોક્યુમેન્ટની મદદથી લિસ્ટમાં પોતાનું સ્થાન બનાવ્યું હશે. આવો જ એક આરોપ IPS અનુ બેનીવાલ પર પણ લાગી રહ્યો છે.

Fact Check: IPS officer Anu Beniwal is NOT the new Puja Khedkar, didn't misuse EWS quota - India Today

મધ્ય પ્રદેશ કેડરની IPS અધિકારી અનુ બેનીવાલે EWS કોટાથી ૨૦૨૧માં સફળતા પ્રાપ્ત કરી હતી. જોકે પૂજા ખેડકર પર આરોપ લાગ્યા બાદ અનુ બેનીવાલની ઈન્સ્ટાગ્રામ પોસ્ટ પણ વાયરલ થવા લાગી છે. આ પોસ્ટમાં અનુએ UPSC લિસ્ટમાં પોતાના નામની તસવીર શેર કરી છે. આ તસવીરની તુલના ૨૦૨૧માં પરીક્ષા આપનાર અન્ય ઉમેદવાર સાથે કરવામાં આવી છે. સોશિયલ મીડિયા યુઝર્સનું કહેવું છે કે અનુ બેનીવાલના પિતા પણ એક IPS અધિકારી છે. તેમ છતાં તેમણે EWS કોટાનો ઉપયોગ કર્યો છે.

અનુ બેનીવાલની આ પોસ્ટથી સ્પષ્ટ થઈ જાય છે કે જો તેમના પિતાનું સ્કુલનું શિક્ષણ જ પૂરું થયું નથી તો તેઓ IPS અધિકારી કેવી રીતે હોઈ શકે છે. અનુ બેનીવાલે પોતે આ મામલે સ્પષ્ટતા આપી છે. તેમનું કહેવું છેકે મારા પિતાનું નામ પણ સંજય બેનીવાલ છે પરંતુ તેઓ IPS અધિકારી નથી. તેઓ છેલ્લા ઘણાં સમયથી હૃદયની બિમારી અને સાંભળવાની શક્તિથી પીડિત છે. અનુ બેનીવાલના જણાવ્યા અનુસાર પિતાએ ઘણાં વર્ષો પહેલા એક ફેક્ટરી શરૂ કરી હતી પરંતુ પિતાની બિમારીના કારણે ફેક્ટરીની સારસંભાળ અનુના કાકા કરે છે. તેમના પરિવાર પાસે પોતાની પ્રોપર્ટી પણ નથી. અનુનો તેના કાકાએ ઉછેર કરીને મોટી કરી છે.

ઈન્સ્ટાગ્રામ પોસ્ટમાં સંજય બેનીવાલના નામનું સત્ય જણાવતાં અનુએ કહ્યું કે તેઓ અનુના તાઉજી છે. સંજય બેનીવાલ અનુના ગામ પીતમપુરા સાથે સંબંધ ધરાવે છે. અનુના જણાવ્યા અનુસાર તેમનો લોહીનો સંબંધ નથી પરંતુ અમે તેમને તાઉજી કહીને બોલાવીએ છીએ. તેમનાથી જ પ્રેરણા લઈને મે UPSCનો રસ્તો પસંદ કર્યો અને IPS બનવાનો નિર્ણય કર્યો હતો. અત્યારે તેઓ તિહાડ જેલમાં ડાયરેક્ટર જનરલ છે.

આ પણ વાંચો :-

Share This Article