Thursday, Oct 23, 2025

ગુજરાતમાં ગરમીથી ક્યારે મળશે રાહત, વડોદરામાં ગરમીથી ASIનુ મોત!

2 Min Read

વડોદરામાં ગરમીએ વધુ એકનો ભોગ લીધો છે. અસહ્ય ગરમીથી એક પોલીસ કર્મચારીનું મોત થયું હોવાનું સામે આવ્યું છે. છાણી પોલીસ હેડક્વાર્ટરમાં ફરજ બજાવતા ASI દિલીપ માલુસરેને ઉલ્ટી થયા બાદ ગભરામણ થઇ હતા. તેમને હોસ્પિટલમાં સારવાર મળે તે પહેલા જ તેમનુ મોત થયું હતું. જો કે ASI દિલીપ માલુસરેના નિધનનું સાચુ કારણ પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ જાહેર થઈ શકશે.

There will be an increase in heat in the state from today, the temperature will rise by 2 to 3 degrees | રાજ્યમાં આજથી પડશે કાળઝાળ ગરમી, જાણો કેટલા ડિગ્રી સુધી પહોંચી

હવામાન વિભાગનું માનવું છે કે પંજાબ, હરિયાણા, પશ્ચિમ ઉત્તર પ્રદેશ, ગુજરાત, રાજસ્થાન અને મધ્ય પ્રદેશમાં મંગળવારે પણ હીટવેવની સ્થિતિ પ્રવર્તી રહી હતી, પરંતુ બુધવારથી સ્થિતિમાં સુધારો થવાનું શરૂ થશે. આવતીકાલથી જ થોડી રાહત મળવા લાગશે.
રાજ્યમાં ગરમીથી આંશિક રાહત મળી છે. જેમાં મોટાભાગના શહેરોમાં તાપમાન ઘટ્યું છે. દક્ષિણ પશ્ચિમી પવન ફૂંકાતા ગરમીમાં ઘટાડો થયો છે. ત્યારે અમદાવાદમાં સૌથી વધુ તાપમાન ૪૨.૮ ડિગ્રી રહ્યું છે. ગાંધીનગરમાં ૪૨.૫ ડિગ્રી, સુરેન્દ્રનગરમાં ૪૧.૮ ડિગ્રી તાપમાન સાથે લોકો ગરમીથી ત્રાહિમામ પોકારી રહ્યાં છે. અમદાવાદ સહિત ગુજરાતમાં ગરમીનો પારો અત્યારે ૪૦ ડિગ્રી ઉપર પહોંચેલો છે. એક તબક્કો એવો હતો કે ગરમી રેકોર્ડ બ્રેક સપાટીએ પહોંચી ગઈ હતી. અસહ્ય ગરમીના કારણે સમગ્ર ગુજરાતના લોકો તોબા પોકારી ગયા હતા. જોકે, હવે ગુજરાતના લોકોને ગરમીમાંથી રાહત મળશે.રાજ્યમાં ગરમીથી આંશિક રાહત મળી છે. જેમાં મોટાભાગના શહેરોમાં તાપમાન ઘટ્યું છે. દક્ષિણ પશ્ચિમી પવન ફૂંકાતા ગરમીમાં ઘટાડો થયો છે.

આ પણ વાંચો :-

Share This Article