Thursday, Oct 30, 2025

હમાસનો ખાત્મો ના થાય ત્યાં સુધી અટકીશું નહીં, ઈઝરાઇલી આર્મી ચીફનો સૈનિકોને સખ્ત આદેશ

2 Min Read

ઈઝરાઇલ અને હમાસ વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. ઈઝરાઇલની એરફોર્સ ગાઝામાં હમાસના ઠેકાણા પર સતત બોમ્બબારી કરી રહી છે. આ હુમલાઓમાં પેલેસ્ટાઈનમાં ૫ હજારના લોકોના મોત થયા છે. ઈઝરાઇલની આર્મી ગાઝા પટ્ટીમાં ગ્રાઉન્ડ ઓપરેશન માટે તૈયાર છે. ઈઝરાઇલના આર્મી ચીફે સૈનિકોને આદેશ આપ્યો છે કે, ‘અમે ટૂંક સમયમાં ગાઝામાં જઈશું, તૈયાર રહો.’ ઈઝરાઇલના પ્રધાનમંત્રી બેન્ઝામિન નેતન્યાહૂએ કહ્યું છે કે, હમાસનો ખાત્મો ના થાય ત્યાં સુધી અટકીશું નહીં.

ઈઝરાઇલના ચીફ ઓફ સ્ટાફ લેફ્ટનન્ટ જનરલ હર્જી હલેવીએ જણાવ્યું છે કે, IDF જમીન પર હુમલા માટે તૈયાર છે. યુદ્ધ ચાલી રહ્યું છે અને અમે આગામી એક્શન અને સમય બાબતે રાજનૈતિક ક્ષેત્ર સાથે મળીને નિર્ણય કરીશું. ઈઝરાઇલના આર્મી ચીફે જણાવ્યું છે કે, આ સ્તર પર આ પ્રકારના સામરિક અને રણનૈતિક કારણ છે. જેથી અમને સુધારા માટે વધુ સમય મળી રહ્યો છે. અમે તૈયારી માટે એક એક મિનિટનો લાભ લઈ રહ્યા છીએ.

સૈનિકોને આદેશ આપવામાં આવ્યો છે કે, ‘યુદ્ધ હજુ શરૂ થયું છે, દુર્ભાગ્યપૂર્ણ અમારે તેની કિંમત ચૂકવવાની રહેશે. શારીરિક અને માનસિકરૂપે તૈયાર રહો. આપણે હમાસને ખતમ કરી દઈશું, નહીંતર આપણું અસ્તિત્વ નહીં રહે તેવી પરિસ્થિતિ છે. પ્રધાનમંત્રી બેન્ઝામિન નેતન્યાહૂએ IDFના યાહલોમ યૂનિટના સૈનિકો સાથે મુલાકાત કરીને તેમને પ્રોત્સાહન આપ્યું છે. આપણું માત્ર હમાસને નષ્ટ કરવાનું મિશન છે. મિશન પૂર્ણ ના થાય ત્યાં સુધી અટકીશું નહીં.

આ પણ વાંચો :-

 

Share This Article