અમદાવાદ શહેરમાં ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયાં છે અને હાલમાં પણ રસ્તામાં પાણી જોવા મળી રહ્યું છે. તો અમદાવાદ અને તેની આસપાસના વિસ્તારોમાં ક્યાંક છૂટોછવાયો વરસાદ પડ્યો છે. આ સિવાય સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદ વરસી રહ્યો છે. દક્ષિણ ગુજરાતમાં સુરત, વલસાડ, તાપી, નવસારી વગેરે જિલ્લામાં છૂટાછવાયો ભારે અને સામાન્ય વરસાદ પડ્યો છે. તાપી જિલ્લાના લગભગ તમામ તાલુકાઓમાં વરસાદ વરસી રહ્યો છે. વહેલી સવારથી તાલુકામાં વરસાદ શરૂ થયો છે.
રાજકોટના ધોરાજીમાં આજે વહેલી સવારથી વરસાદ શરૂ થયો છે. બોટાદ જિલ્લામાં પણ વરસાદ વરસ્યો છે. ગઢડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ વરસતાં શેરીઓમાં પાણી ભરાયાં છે. મોરબી જિલ્લામાં પણ કેટલીક જગ્યાએ છૂટોછવાયો વરસાદ પડ્યો છે.
જૂનાગઢ જિલ્લામાં વરસેલા અતિ ભારે વરસાદને કારણે ધસમસતા પાણીના પ્રવાહથી બચવા દિપડો મટીયાણા ગામ તરફ ઘુસી આવ્યો છે. માણાવદર તાલુકાના મટીયાણા ગામના ખેડૂત પર દિપડાએ હુમલો કર્યો છે. મટીયાણા ગામ હાલ જમીન માર્ગે સંર્પક વિહોણું બન્યું છે. બે ખેડૂત ખેતરે જતા હતા તે સમયે દિપડાએ હુમલો કર્યો હતો. હુમલાખોર દીપડો પાણીના પ્રવાહમાં ક્યાંય જઈ શકે તેમ ના હોવાથી ખેતરના રસ્તે છુપાયો હતો. વન વિભાગને જાણ કરવામાં આવતા, વન વિભાગને ગામમાં પહોંચવું મુશ્કેલ છે. ઇજાગ્રસ્ત ખેડૂતને સારવાર માટે પણ પડી રહી છે મુશ્કેલી.
આ પણ વાંચો :-