મણિપુરના જિરીબામ જિલ્લામાં શનિવારે ફરી હિંસા ફાટી નીકળી હતી. આ ઘટનામાં પાંચ લોકોના મૃત્યુ થયા હતા. સ્થાનિક પોલીસે ન્યૂઝ એજન્સી પીટીઆઈને જણાવ્યું હતું કે, એક વ્યક્તિને તેની ઊંઘમાં ગોળી મારવામાં આવ્યા પછી, બે સમુદાયો વચ્ચેના ગોળીબારમાં અન્ય ચાર લોકો માર્યા ગયા હતા.
આ મામલે પોલીસના જણાવ્યા અનુસાર, આતંકવાદીઓ જિલ્લા મુખ્યાલયથી લગભગ 5 કિલોમીટર દૂર એકાંત સ્થળે એકલા રહેતા એક વ્યક્તિના ઘરમાં ઘૂસી ગયા હતા અને જ્યારે તે સૂતો હતો ત્યારે તેને ગોળી મારી દીધી હતી. આ હત્યા જિલ્લા મુખ્યાલયથી લગભગ 7 કિમી દૂર ટેકરીઓમાં હરીફ સમુદાયોના સશસ્ત્ર માણસો વચ્ચે મોટાપાયે ગોળીબાર કરવામાં આવી હતી, જેમાં ત્રણ પહાડી આતંકવાદીઓ સહિત ચાર સશસ્ત્ર માણસો માર્યા ગયા હતા.
થોડા દિવસો પહેલા મણિપુરના સેનજમ ચિરાંગમાં વધુ એક ડ્રોન બોમ્બ હુમલામાં ત્રણ લોકો ઘાયલ થયા હતા. મણિપુર પોલીસે X પર એક નિવેદનમાં આ માહિતી આપી હતી. આ સાથે જ એમ પણ કહ્યું કે સુરક્ષા દળો વિસ્તારમાં તેહનાત છે. તાજેતરનો આ હુમલો ‘શંકાસ્પદ કૂકી વિદ્રોહીઓ’ દ્વારા લોન્ચ કરવામાં આવેલ અનેક ડ્રોન દ્વારા ઈમ્ફાલ પશ્ચિમ જિલ્લાના કૌટ્રુક ગામમાં બોમ્બમારોના એક દિવસ બાદ થયો છે.
મણિપુરમાં હિંસાની આ તાજેતરની ઘટનાઓને પગલે, મણિપુર શિક્ષણ વિભાગે 7 સપ્ટેમ્બરે રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓને બંધ રાખવાનો આદેશ આપ્યો છે. ખીણ સ્થિત સિવિલ સોસાયટી ઓર્ગેનાઈઝેશન કોઓર્ડિનેશન કમિટી ઓન મણિપુર ઈન્ટિગ્રિટી (COCOMI) એ પણ અનિશ્ચિત જાહેર ઈમરજન્સી જાહેર કરી છે. સમિતિએ લોકોને આતંકવાદીઓ દ્વારા સતત હુમલાઓ ટાંકીને ઘરની અંદર રહેવા કહ્યું છે.
આ પણ વાંચો :-