અમદાવાદ વિમાન દુર્ઘટનામાં અનેક લોકોના મોત થયાં છે. આ દુર્ઘટના મુદ્દ વિશ્વભરના દેશોએ દુઃખ વ્યક્ત કર્યું છે. અનેક લોકોએ પોતાના સ્વજન ગુમાવ્યાં છે. બોલિવુડ અભિનેતા વિક્રાંત મેસીના પિતરાઈ ભાઈનું પણ પ્લેન ક્રેશમાં અવસાન થયું છે. અભિનેતાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને આ માહિતી આપી છે. આ અકસ્માત બાદ વિક્રાંત મેસીએ પોસ્ટ કરીને દુઃખ વ્યક્ત કર્યું છે. તેણે સોશિયલ મીડિયા પર તેમના પિતરાઈ ભાઈના ગયાનું દુઃખ શેર કર્યું છે. જેના પર બોલીવુડના ઘણા પ્રખ્યાત લોકોએ પણ આ અંગે શોક વ્યક્ત કર્યો છે.
વિક્રાંત મેસીના પિતરાઈ ભાઈ ક્લાઇવ કુંડરનું પણ મોત થયું
વિક્રાંત મેસીએ ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરતા લખ્યું કે, આ દુર્ઘટના તેમના હૃદયની ખૂબ નજીકના વ્યક્તિનું નિધન થયું છે. તેમણે લખ્યું કે, અમદાવાદમાં થયેલા અકલ્પનીય દુ:ખદ હવાઈ અકસ્માતમાં જીવ ગુમાવનારા લોકોના પરિવારો અને પ્રિયજનો માટે મારું હૃદય તૂટી ગયું છે. એ જાણીને વધુ દુઃખ થયું કે મારા કાકા ક્લિફોર્ડ કુંડરે તેમના પુત્ર ક્લાઇવ કુંડરને ગુમાવ્યા છે. જે તે દુર્ઘટનામાં કામ કરતા પહેલા અધિકારી હતા. ભગવાન તમને અને તમારા પરિવારને અને અસરગ્રસ્ત બધાને શક્તિ આપે.