Friday, Dec 12, 2025

તેલુગુ ફિલ્મ ઉદ્યોગના દિગ્ગજ અભિનેતા કોટા શ્રીનિવાસ રાવનું અવસાન

1 Min Read

તેલુગુ સિનેમાજગતથી એક ખૂબ જ દુઃખદ સમાચાર આવ્યા છે. દિગ્ગજ અભિનેતા કોટા શ્રીનિવાસ રાવનું 83 વર્ષની વયે નિધન થઇ ગયું. તેમણે લાંબી બીમારી બાદ હૈદરાબાદના જ્યુબિલી હિલ્સ સ્થિત તેમના નિવાસસ્થાને અંતિમ શ્વાસ લીધા. દુઃખદ વાત એ છે કે અભિનેતાએ માત્ર 2 દિવસ પહેલા જ પોતાનો 83મો જન્મદિવસ ઉજવ્યો હતો અને હવે તેમણે આ દુનિયાને કાયમ માટે અલવિદા કહી દીધું છે.

શ્રીનિવાસ રાવના નિધનનું કારણ શું?

અહેવાલો અનુસાર કોટા શ્રીનિવાસ રાવ છેલ્લા કેટલાક દિવસોથી વય સંબંધિત રોગોથી પીડાતા હતા. જેના પછી તેમણે રવિવારે અંતિમ શ્વાસ લીધા. તેમના નિધનથી દરેકને ખૂબ જ આઘાત લાગ્યો છે.

આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી એન ચંદ્રબાબુ નાયડુએ પણ અભિનેતા કોટા શ્રીનિવાસ રાવના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે ‘X’ પર પોસ્ટ કરીને લખ્યું છે કે ‘પ્રખ્યાત અભિનેતા કોટા શ્રીનિવાસ રાવનું નિધન, જેમણે તેમના વર્સેટાઈલ રોલ્સથી સિનેમા દર્શકોના દિલ જીતી લીધા હતા, તેમના નિધનના સમાચાર અત્યંત દુઃખદ છે. તેમનું કલાત્મક યોગદાન અને લગભગ 4 દાયકામાં સિનેમા અને રંગભૂમિના ક્ષેત્રમાં તેમણે ભજવેલી ભૂમિકાઓ અવિસ્મરણીય રહેશે.’

Share This Article