હાથરસ દુર્ઘટના કેસમાં યુપી પોલીસે ૬ આયોજકોની ધરપકડ

Share this story

હાથરસમાં ભોલે બાબાના સત્સંગમાં નાસભાગમાં ૧૨૭ લોકોના મૃત્યુ થયા હતા. આ બાદ પોલીસ તંત્ર દોડતું થયું હતું. જેમાં પોલીસે કાર્યક્રમ આયોજકની પૂછપરછ બાદ ૬ આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. જેમાં મુખ્ય આરોપીને પકડવા માટે પોલીસ દ્વારા ૧ લાખના ઈનામની જાહેરાત કરવામાં આવી છે.

ઉત્તર પ્રદેશના હાથરસ જિલ્લામાં એક સત્સંગ દરમિયાન થયેલી ભાગદોડમાં લગભગ 130 લોકોના મોત | Uttar Pradesh na Hathras Jillama Ek Satsang Darmiyan Thayeli Bhagdodma Lagbhag 130 lokona mot

તેમણે કહ્યું કે આ કેસના મુખ્ય આરોપી મુખ્ય સેવાદાર દેવ પ્રકાશ મધુકર પર ૧ લાખ રૂપિયાના ઈનામની જાહેરાત કરવામાં આવી છે. તેની સામે ટૂંક સમયમાં બિનજામીનપાત્ર વોરંટ પણ જારી કરવામાં આવશે. ભોલે બાબાની પૂછપરછ કે ધરપકડ થવાની સંભાવના વિશે પૂછવામાં આવતા માથુરે કહ્યું કે, આગળ કોઈની ધરપકડ કરવામાં આવશે કે નહીં, તે તપાસ પર નિર્ભર કરશે. તપાસમાં કોઈની ભૂમિકા સામે આવશે તો કાર્યવાહી કરવામાં આવશે. જો જરૂરી હોય તો, ચોક્કસપણે પૂછપરછ કરવામાં આવશે. હાથરસ જિલ્લાના ફૂલરાઈ ગામમાં ભોલે બાબા દ્વારા આયોજિત સત્સંગમાં મંગળવારે ફાટી નીકળેલી નાસભાગમાં ૧૨૭ લોકો માર્યા ગયા અને ૩૧ અન્ય ઘાયલ થયા હતા.

હાથરસ દુર્ઘટના બાદ બીજા દિવસે સીએમ યોગી ઇજાગ્રસ્તોની હાલત જાણવા હોસ્પિટલ પહોંચ્યા અને ઘટના સ્થળનું પણ નિરીક્ષણ કર્યું. પત્રકારોએ તેમને પૂછ્યું કે ભોલે બાબાને કેસમાં આરોપી કેમ ન બનાવવામાં આવ્યા? આ અંગે મુખ્યમંત્રીએ કહ્યું, ‘પ્રથમ દૃષ્ટિએ, જે લોકોએ કાર્યક્રમ માટે પરવાનગી માટે અરજી કરી હતી તેમની સામે કેસ દાખલ કરવામાં આવ્યો છે. ત્યાર બાદ તેનો વ્યાપ વધશે અને તેના માટે જવાબદાર તમામ લોકો તેના દાયરામાં આવશે. મુખ્યમંત્રીની સૂચના પર બુધવારે આ મામલાની ન્યાયિક તપાસ માટે ત્રણ સભ્યોના કમિશનની રચના કરવામાં આવી છે, જે તપાસ પૂર્ણ કરીને બે મહિનામાં રિપોર્ટ સોંપશે. આ કમિશનનું નેતૃત્વ અલ્હાબાદ હાઈકોર્ટના નિવૃત્ત જજ જસ્ટિસ બ્રજેશ કુમાર શ્રીવાસ્તવ કરશે. કમિશનના અન્ય બે સભ્યોમાં નિવૃત્ત IAS અધિકારી હેમંત રાવ અને નિવૃત્ત IPS અધિકારી ભાવેશ કુમાર સિંહનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો :-