HomeGujaratઊંઝા–મહેસાણા રોડ અકસ્માત: અમદાવાદના એક જ પરિવારના ચાર સભ્યોનાં મોત

ઊંઝા–મહેસાણા રોડ અકસ્માત: અમદાવાદના એક જ પરિવારના ચાર સભ્યોનાં મોત

Date:

Related stories

જે ચા વગર સવાર અધૂરી લાગે છે, તે ભારત કેવી રીતે પહોંચી? સુરતનું પણ છે મોટુ કનેક્શન

સવારની પહેલી ચુસ્કીથી લઈને ઓફિસના ચા-બ્રેક સુધી… ભારતમાં ચા...

રવિવારે સૂર્યદેવની કૃપા કોના પર? 12 રાશિઓ માટે આજનો દિવસ કેવો રહેશે?

૨૦ સપ્ટેમ્બર ૨૦૨૬, રવિવાર માટેનું ૧૨ રાશીઓનું સચોટ રાશીફળ...

સુરતના શ્યામ સંગીની માર્કેટ આગકાંડમાં 1000થી વધુ CCTV તપાસ્યા બાદ મોટો ખુલાસો!

સુરતના સારોલીની શ્યામ સંગીની માર્કેટમાં લાગેલી આગના કેસમાં તપાસ...

ક્રિકેટ ફેન્સ માટે મોટું સરપ્રાઇઝ! રોહિત શર્મા હવે ટીવી પર જોવા મળશે આ નવા રોલમાં

ક્રિકેટના મેદાન પર પોતાની આક્રમક બેટિંગથી ભલભલા બોલરોના છક્કા...
spot_img

ઉત્તર ગુજરાતમાં હાઈવે પર અકસ્માતોનો સિલસિલો યથાવત્ છે, ત્યારે આજે વહેલી સવારે ઊંઝા-મહેસાણા હાઈવે પર ઉનાવા પાસે હોટલ કોમફી સામે એક કાળજું ધ્રુજાવી દેનારી ઘટના સામે આવી છે. રાજસ્થાનમાં લગ્નપ્રસંગ પતાવી અમદાવાદ પરત ફરી રહેલા કુમાવત પરિવારની ઇકો ગાડીને અકસ્માત નડતાં એક જ પરિવારના 4 સભ્યના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યાં છે.

આ અકસ્માતમાં 2 પુરુષ, 1 સ્ત્રી અને 1 નિર્દોષ બાળક સહિત કુલ 4 લોકોનાં ઘટનાસ્થળે જ પ્રાણ પંખેરુ ઉડી ગયા હતા. જ્યારે ગાડીના ચાલકને ગંભીર ઇજાઓ પહોંચતા તેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.

મૃતકોના નામ:

  • રામલાલ લખાજી કુમાવત
  • કોમલ મદનલાલ કુમાવત
  • કૈલાશભાઈ રામલાલ કુમાવત
  • એક માસૂમ બાળક

મળતી માહિતી મુજબ, મૂળ રાજસ્થાનના ભાવનગર પાલીનો વતની અને હાલ અમદાવાદમાં રહેતો પરિવાર રાજસ્થાનમાં લગ્નપ્રસંગમાં હાજરી આપીને ઇકો ગાડીમાં પરત ફરી રહ્યો હતો. આ દરમિયાન ઊંઝા-મહેસાણા હાઈવે પર ઉનાવા પાસે ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતાં ગાડી ધડાકાભેર ડિવાઈડર સાથે અથડાઈ હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે, ગાડીનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો.

Subscribe

Latest stories