મુંબઇ એરપોર્ટ પર ઈન્ડિગો વિમાન ઉતરવાના એક મિનિટથી ઓછા સમયમાં એર ઈન્ડિયાનું એક વિમાન એ જ રનવે પર ઉડાણ ભરવા માંડ્યું હતું, જેના કારણ હડકંપ મચી ગયો હતો. આ દરમિયાન ડીજીસીએ દ્વારા સમગ્ર ઘટનાની તપાસના આદેશ કરવામાં આવ્યા છે. એક અધિકારીએ કહ્યું કે, ડીજીસીએ દ્વારા રવિવારે ઘટના સમય ડ્યુટી પર હાજર એર ટ્રાફિક કંટ્રોલર(એટીસી)ને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, જ્યારે એર ઈન્ડિયા અને ઈન્ડિગોએ મામલાની તપાસ શરુ કરી દીધી છે. બંને એ ૩૨૦ વિમાનોમાં ૩૦૦ યાત્રીઓ મુસાફરી કરી રહ્યા હતા.
એક જ રનવે પર એક વિમાન ઉતરવાનો અને બીજા વિમાનનો ઉડાણ ભરવાનો કથિત વીડિયો સોશ્યલ મીડિયા પર વાયરલ થયો છે. ડીજીસીએના એક અધિકારીએ કહ્યું કે, અમે તપાસ કરી રહ્યા છીએ અને ઘટનામાં સામેલ એર ટ્રાફિક કંટ્રોલર(એટીસીઓ)ને પહેલાથી ફરજ પરથી હટાવી દીધા છે.
આ બાબતે ઈન્ડિગોએ ે એક સત્તાવાર નિવેદનમાં જણાવ્યું હતું કે ઈન્ડિગોની ફલાઈટ ૬ઈ- ૬૦૫૩નો મુંબઈ એરપોર્ટથી એટીસીની લેન્ડીંગ માટે પરવાનગી મળી ગઈ હતી. એટીસીના નિર્દેશોનું પાલન કરતા વિમાનમાં સવાર પાઈલટ ઈન કમાંડે એપ્રોચ અને લેન્ડીંગ કર્યું હતું. ઈન્ડીગોમાં યાત્રીઓની સુરક્ષા અમારા માટે સર્વોપરી છે અને અમે પ્રક્રિયાઓ અનુસાર આ ઘટના બાબતે રિપોર્ટ કર્યો છે.
આ પણ વાંચો :-