અમેરિકામાં લોકો હજી એક પ્લેન દુર્ઘટના ભૂલી ન રહ્યા હોય ત્યાં વધુ એક પ્લેન દુર્ઘટના સામે આવી જતી હોય છે. વારંવાર પ્લેન દુર્ઘટના સામે આવતી હોવાથી લોકો પ્લેનમાં બેસવાથી ડરી રહ્યા છે. ત્યારે વધુ એક પ્લેન દુર્ઘટના યુએસ એરપોર્ટ પર બની હતી. જેમાં એક નો ભોગ પણ લેવાયો હતો.
મળતી માહિતી મુજબ, આ ઘટના સોમવારે બપોરે 2:45 વાગ્યે બની હતી.
કુએસ્ટરના જણાવ્યા મુજબ એક જેટ રનવે પરથી ભટકી ગયું અને એરપોર્ટ પર પાર્ક કરેલા ગલ્ફસ્ટ્રીમ 200 જેટ સાથે અથડાયું. તેમણે વધુમાં જણાવ્યું કે તે જેટનું લેન્ડિંગ ગિયર ફાઇલ જતાં તેણે બીજા જેટને ટક્કર મારી હતી. કુએસ્ટરે જણાવ્યું હતું કે જેટ ટેક્સાસથી ચાર લોકો સાથે ઉડાન ભરી રહ્યું હતું, અને પાર્ક કરેલા વિમાનમાં એક વ્યક્તિ હતો.
સ્કૉટસ્ડેલ ફાયર ડિપાર્ટમેન્ટના કેપ્ટન ડેવ ફોલિયોએ જણાવ્યું હતું કે આ ઘટનામાં ઘાયલ થયેલા બે લોકોને ટ્રોમા સેન્ટરમાં લઈ જવામાં આવ્યા હતા અને એકની હાલત સ્થિર છે. અને આ ટક્કરમાં મૃત્યુ પામેલા લોકોના મૃતદેહને બહાર કાઢવાની કામગીરી ચાલી રહી છે. US ફેડરલ એવિએશને પ્લેન અકસ્માત અંગે તપાસ શરૂ કરી છે.
આ પહેલા 30 જાન્યુઆરીએ, અમેરિકાની રાજધાની વોશિંગ્ટન ડીસીમાં રીગન નેશનલ એરપોર્ટ નજીક અમેરિકન એરલાઇન્સનું વિમાન અને હેલિકોપ્ટર વચ્ચે હવામાં ટકરાયા હતા. ટક્કર પછી, વિમાન અને હેલિકોપ્ટર અલગ થઈ ગયા અને નદીમાં પડી ગયા. આ અકસ્માતમાં બધા 67 લોકોના મોત થયા હતા.