અમદાવાદમાં એસ.જી. હાઈવે ઉપર આવેલી ખ્યાતિ હોસ્પિટલની ગંભીર બેદરકારી બહાર આવી છે. કડી તાલુકાના બોરીસણા ગામના લોકોને હેલ્થ ચેકઅપ બાદ અમદાવાદ ખાતે હોસ્પિટલમાં લાવી અને પરિવારજનોને જાણ કર્યા વિના જ 19 લોકો એન્જીયોગ્રાફી કરવામાં આવી હતી. જ્યારે 7 દર્દીની એન્જીયોપ્લાસ્ટી કરવામાં આવી હતી. જે સારવાર બાદ 2 લોકોના મૃત્યુ થયા છે. ગ્રામજનોને જાણ થતા મોટી સંખ્યામાં લોકો એસજી હાઇવે પર આવેલી હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતાં અને આ સમગ્ર બાબતે હોસ્પિટલના ડોક્ટરો અને મેનેજમેન્ટ પાસે જવાબ માંગ્યો હતો. ઘટનાની જાણ થતાં જ પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પણ હોસ્પિટલ પહોંચ્યા હતા.
કડીમાં ફ્રી કેમ્પ હોસ્પિટલ કેમ્પ યોજવામાં આવ્યો હતો. જેમાંથી 19 દર્દીઓને ખ્યાતિ હોસ્પિટલમાં સારવાર માટે બોલાવવામાં આવ્યા હતાં. જ્યાં તમામ દર્દીની જાણ વિના એન્જોપ્લાસ્ટી કરવામાં આવી સ્ટેન્ટ મૂકવામાં આવ્યા હતાં. સ્ટેન્ટ મૂક્યા બાદ બે દર્દીઓના મોત થયાં છે. આ સિવાય અન્ય પાંચ દર્દીઓ ગંભીર હાલતમાં છે.
હોસ્પિટલની ઘોર બેદરકારી પ્રકાશમાં આવતા તપાસનો ધમધમાટ પણ શરૂ થઇ ગયો છે. ઘટનાના પગલે આરોગ્ય વિભાગનું યુનિટ ખ્યાતિ હોસ્પિટલ પહોંચી ગયુ છે. સમગ્ર ઘટનાને લઇને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે એક્સ પર પોસ્ટ કરી છે. જેમાં લખ્યું છે કે, ખ્યાતિ હોસ્પિટલમાં કથિત ઘટના ખુબજ ગંભીર છે. PMJAYની ખોટો દુરૂપયોગ કરનાર યુનિટની તપાસના આદેશ અપાયા છે. આરોપોમાં તથ્ય હશે તો કડક કાર્યવાહી કરવામાં આવશે. ‘સારવારમાં બેદરકારી જણાશે તો હોસ્પિટલ,તબીબો વિરૂદ્ધ કડક કાર્યવાહી થશે.
આ સાથે ગ્રામજનોએ જાણાવ્યું હતું કે સરકારી યોજનાના નામે મોતનો વેપલો ચાલતો હોય તેમ મૃતકના આયુષ્માન કાર્ડમાંથી પૈસા કપાઈ ગયેલા હોવાનું સામે આવ્યું હતુ. દર્દીઓના સગાઓએ હોસ્પિટલમાં તોડફોડ કરી છે.જોકે ખ્યાતિ હોસ્પિટલ દ્વારા આ પહેલીવાર નથી કે કોઈ કૌભાંડ કરવામાં આવ્યો હોય..આ પહેલા પણ વર્ષ 2022માં આવી જ રીતે કૌભાંડ આચરવામાં આવ્યું હતું.જેમાં સાણંદના તેલાવ ગામમાં કેમ્પ યોજી લોકોને હોસ્પિટલ લાવ્યા હતા. જેમાં પણ ત્રણ દર્દીનું મોત થયું હતું. જોકે ફરી એક વખત ખ્યાતિ હોસ્પિટલ દ્વારા કૌભાંડ આચરવામાં આવ્યું હતું.
આ પણ વાંચો :-