Thursday, Oct 23, 2025

ગુજરાતમાં વધુ બે લોકોના હાર્ટ એટેકથી મોત, સુરતમાં સિક્યુરિટી ગાર્ડનું મોત

2 Min Read

ગુજરાતમાં નાની વયે હાર્ટ એટેકથી મોતનો સિલસિલો યથાવત છે. રાજ્યમાં હાર્ટ એટેકથી વધુ એકનું મોત થયું છે. મોરબીના નાની વાવડી ગામે શિક્ષકને હાર્ટ એટેક આવતા મોત થયું છે. દીપકભાઈ મોરબીના નાની વાવડી ગામે ઉચ્ચતર માધ્યમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા હતાં. તેમના નિધનથી પરિવારમાં શોકનો માહોલ છે.

સુરતમાં પણ હાર્ટ એટેકથી મોતની ઘટના સામે આવી છે. સુરતમાં ચાની દુકાન સામે જ સિક્યુરિટી ગાર્ડને હાર્ટ એટેક આવતા મોત થયું છે. સુરતના વેસુ વિસ્તારમાં આ ઘટના બની છે. ચા પીતા પીતા તબીયત લથડી હતી. ત્યાર બાદ સિક્યુરિટી ગાર્ડ બેભાન થઈ ગયો હતો. ગાર્ડનું હાર્ટ એટેકથી મોત થયાનું અનુમાન છે.

હૃદયરોગના નિષ્ણાતો કહે છે કે પ્રદૂષણથી હૃદયના સ્વાસ્થ્ય પર ટૂંકા ગાળાની અને લાંબા ગાળાની બંને આડઅસરો થઈ શકે છે. હવામાં રહેલા PM ૨.૫ ના સૂક્ષ્મ કણો ફેફસાં અને લોહીના પ્રવાહમાં પ્રવેશ કરે છે. આ માત્ર બળતરાના જોખમનું કારણ નથી પરંતુ ગંભીર પરિસ્થિતિઓમાં, તે હૃદય રોગ, હાર્ટ એટેક, સ્ટ્રોક, ફેફસાની સમસ્યાઓના વિકાસ તરફ દોરી શકે છે. નાઈટ્રોજન ડાયોક્સાઇડ, સલ્ફર ડાયોક્સાઇડ અને કાર્બન મોનોક્સાઇડ જેવા કોઈપણ પ્રકારના રજકણોના સંપર્કમાં આવવાથી સમય જતાં ક્રોનિક રોગો થવાનું જોખમ વધે છે.

આ પણ વાંચો :-

Share This Article