બુધવારે વધુ બે વિપક્ષી સભ્યોને લોકસભામાં પ્લેકાર્ડ પ્રદર્શિત કરવા અને ગૃહની અવમાનના બદલ સંસંદના વર્તમાન શિયાળુ સત્રના બાકીના સમય માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. સુરક્ષામાં ચૂક મુદ્દે ચાલુ હંગામા વચ્ચે લોકસભામાંથી વધુ બે સાંસદોને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. આજે સદનની અવમાનના મામલે સ્પીકરે બે વિપક્ષી સાંસદ સી થોમસ અને એએમ આરિફને સંસદ સત્રના બાકીના સમયગાળા માટે સસ્પેન્ડ કરી દીધા છે. અત્યાર સુધી લોકસભા અને રાજ્યસભાના કુલ ૧૪૩ સાંસદોની હકાલપટ્ટી કરવામાં આવી ચૂકી છે.
ફોજદારી કાયદા સંબંધિત ત્રણ બિલો પર ચર્ચા દરમિયાન સંસદીય બાબતોના પ્રધાન પ્રહલાદ જોશીએ બે વિપક્ષી સભ્યો-સી. થોમસ અને એ.એમ. આરિકનું નામ લેતા, અધ્યક્ષની અવમાનના બદલ સંસદના વર્તમાન સત્રના બાકીના સમયગાળા માટે તેમને સસ્પેન્ડ કરવાની દરખાસ્ત કરવામાં આવી હતી, જેને ગૃહ દ્વારા અવાજ મત દ્વારા પસાર કરવામાં આવી હતી. આરિફ ભારતીય કોમ્યુનિસ્ટ પાર્ટી-માર્કેસિસ્ટના સાંસદ છે અને સી. થોમસ કેરળ કોંગ્રેસના છે.
રાષ્ટ્રીય જનતા દળના નેતા મનોજ ઝાએ કહ્યું, અમે ચંદ્રનો ટુકડો નથી માગી રહ્યા.. અમે બંને ગૃહોમાં ગૃહમંત્રીનું નિવેદન ઈચ્છીએ છીએ. સુરક્ષા ક્ષતિને રાષ્ટ્રીય સુરક્ષાનો મુદ્દો ગણવો જોઈએ. જ્યારે અમે ગૃહમંત્રીના નિવેદનની માંગણી કરી ત્યારે આટલી મોટી સંખ્યામાં સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. તેમણે આરોપ લગાવ્યો, તમે લોકશાહી માતાની હત્યા કરવાનો કોન્ટ્રાક્ટ લીધો છે અને તમે તે જ કરી રહ્યા છો. તમે પ્રતિકાર મુક્ત શેરીઓ અને વિપક્ષ મુક્ત સંસદ માંગો છો. અભિનંદન મોદીજી. તમે આ દેશને એક પક્ષના શાસનની વ્યવસ્થા તરફ લઈ જઈ રહ્યા છો” છેલ્લા કેટલાક દિવસોમાં, ૧૪૩ સાંસદોને પ્લેકાર્ડ લહેરાવવા અને ગૃહમાં સૂત્રોચ્ચાર કરવા બદલ લોકસભા અને રાજ્યસભામાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
આ પણ વાંચો :-