Thursday, Oct 30, 2025

ઈંગ્લેન્ડ-અફઘાનીસ્તાનની મેચ ઉપર ઓનલાઈન સટ્ટો રમતા સુરતના બે દલાલ ઝડપાયા

1 Min Read

વર્લ્ડકપની ઈંગ્લેન્ડ-અફઘાનીસ્તાનની મેચ ઉપર ઓનલાઈન સટ્ટો રમતા બે દલાલને ક્રાઈમ બ્રાન્ચે પાલ સાંઈ સૃષ્ટિ એપાર્ટમેન્ટના ગેટ પાસેથી ઝડપી પાડી ચાર મોબાઈલ ફોન અને રોકડ મળી કુલ રૂ.૧૫,૧૦૦ નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

સુરત ક્રાઈમ બ્રાન્ચે પાલ એલ.પી.સવાણી સ્કુલ પાસે સાંઈ સૃષ્ટિ એપાર્ટમેન્ટના ગેટ પાસેથી હાલ ચાલી રહેલા આઈસીસી વર્લ્ડકપની ઈંગ્લેન્ડ-અફઘાનીસ્તાનની મેચ ઉપર પોતાના મોબાઈલ ફોનમાં ઓનલાઈન સટ્ટો રમતા દલાલ કુંજેશ અમરચંદ કાજી (ઉ.વ.૬૫, રહે.૯૦૧, પૂજા કિરણ એપાર્ટમેન્ટ, આશીર્વાદ એપાર્ટમેન્ટની બાજુમાં, રૂપાલી નહેર, ભટાર રોડ, સુરત ) અને હીરાદલાલ કમલેશ સેવંતીલાલ દોશી (ઉ.વ.૫૨, રહે.ઈ-૧૦૨, મણિભદ્ર રેસિડન્સી, સેલ પેટ્રોલ પંપની સામે, અડાજણ, સુરત ) ને ઝડપી લીધા હતા.

ક્રાઈમ બ્રાન્ચે તેમની પાસેથી રૂ.૧૩ હજારની મત્તાના ચાર મોબાઈલ ફોન અને રોકડા રૂ.૨૧૦૦ મળી કુલ રૂ.૧૫,૧૦૦ નો મુદ્દામાલ કબજે કરી તેમને મોબાઈલ ફોનમાં ઓનલાઈન સટ્ટો રમવા આઈડી-પાસવર્ડ આપનાર સ્નેહલ માકુવાળાને વોન્ટેડ જાહેર કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

આ પણ વાંચો :-

 

Share This Article