Wednesday, Oct 29, 2025

શિયા મુસ્લિમ બહુમતવાળા દેશ ઇરાનમાં બે મોટા વિસ્ફોટ, ૧૦૫ લોકોનાં મોત

3 Min Read

શિયા મુસ્લિમ બહુમતવાળા દેશ ઇરાનમાં બે મોટા વિસ્ફોટ થયા હતા. આ વિસ્ફોટ એટલા શક્તિશાળી હતા કે તેમાં ૧૦૫ નાગરિકો માર્યા ગયા હતા, જ્યારે ૨૧૧થી વધુ લોકો ઘાયલ થયા હતા. ઇરાનના હીરો ગણાતા પૂર્વ સૈન્ય વડા કાસીમ સુલેમાનીની કબર પાસે હજારો લોકો તેમને શ્રદ્ધાંજલિ આપવા માટે એકઠા થયા હતા. તે સમયે જ બે ધમાકેદાર વિસ્ફોટ થયા હતા.  વિસ્ફોટ માટે સુલેમાનીની કબર પાસે અને રસ્તામાં ઘાતક વિસ્ફોટકો બિછાવવામાં આવ્યા હતા. જેને બાદમાં આતંકીઓએ રિમોટથી બ્લાટ કર્યા હતા. ઇરાનના ઇતિહાસમાં ૧૯૭૯ પછીનો આ સૌથી મોટો આતંકી હુમલો માનવામાં આવે છે.

ગાઝા પટ્ટીમાં હમાસ અને ઈઝરાયલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધની આગ હવે બીજા દેશોને પણ લપેટમાં લઈ રહી છે. ઈઝરાયલે પહેલા લેબેનોનમાં ઘૂસીને એક ડ્રોન હુમલો કરી હમાસના ડેપ્યુટી ચીફ સાલેહ અલ અરુરીને ઠાર માર્યો હતો. હવે ગઇકાલે ઈરાનમાં પૂર્વ જનરલ કાસિમ સુલેમાનીની કબર નજીક બે બોમ્બ વિસ્ફોટ થયા હતા. જેમાં ૧૦૫ લોકો માર્યા ગયા અને ૨૦૦થી વધુ ઘવાયા હતા. એવું મનાય છે કે આ હુમલા પાછળ પણ ઈઝરાઇલની જ ભૂમિકા છે.

ઇરાનના કેરમનમાં થયેલા આ વિસ્ફોટ એવા સમયે સામ આવ્યા છે જ્યારે ઇઝરાઇલ અને હમાસ વચ્ચે મહિના સુધી યુદ્ધ ચાલ્યું, જેમાં હમાસને ઇરાન દ્વારા મદદ મળી રહી હોવાનો દાવો ઇઝરાઇલ કરતું આવ્યું છે. જ્યારે ઇરાનના જનરલ કાસીમ સુલેમાનીની હત્યા અમેરિકાએ કરી છે. ઇરાનની અમેરિકા અને ઇઝરાઇલ સાથેની દુશ્મની વધી રહી છે. જ્યારે અગાઉ ઇરાનમાં આતંકી હુમલા પણ થયા હતા. એવામાં આ વિસ્ફોટ પાછળ કોણ જવાબદાર છે તેને લઇને પણ અનેક અટકળો ચાલી રહી છે. વિસ્ફોટ સમયે મોટી સંખ્યામાં લોકો સ્થળ પર હાજર હતા, જેથી ધમાકા બાદ લોકોમાં ભારે નાસભાગ થઇ હતી જેમાં પણ અનેક લોકો ઘાયલ થયા છે. વિસ્ફોટને પગલે ઇરાનમાં હાલ ઇમર્જન્સીની સ્થિતિ છે અને સુરક્ષા વધારી દેવામાં આવી છે.

ઈઝરાઇલની ગુપ્તચર એજન્સી મોસાદના પ્રમુખ ડેવિડ બર્નિયાએ કહ્યું કે મોસાદ એજન્સી એ હત્યારાઓનો સામનો કરવા તત્પર છે જેમણે ૭ ઓક્ટોબરે હુમલો કર્યો હતો. આ હુમલાનો બદલો લેવામાં અમને સમય લાગશે જેવું મ્યુનિખ હત્યાકાંડ બાદ થયું હતું પણ એ લોકો પર અમે હાથ જરૂર નાખીશું. ભલે પછી તેઓ ગમે ત્યાં હોય. અમે બદલો લઈને રહીશું.

આ પણ વાંચો :-

Share This Article