ગુજરાતની 4 બેઠકો સહિત મધ્યપ્રદેશ સહિત 10 રાજ્યોની રાજ્યસભાની 24 બેઠકોની ચૂંટણી 18 જૂને યોજાશે. તે જ દિવસે સાંજે 5 વાગ્યે મત ગણતરી કરવામાં આવશે.
ચૂંટણી પંચ દ્વારા જારી કરાયેલી પ્રેસ નોટ અનુસાર, રાજ્યસભાના 24 સભ્યો માટે ચૂંટણી યોજાશે,જેમનો કાર્યકાળ જૂન અને જુલાઈ 2026 માં સમાપ્ત થાય છે. આ ચૂંટણીઓ માટે જાહેરનામું 1 જૂને બહાર પાડવામાં આવશે. ઉમેદવારો 8 જૂન સુધી ઉમેદવારી કરી શકાશે. જ્યારે ઉમેદવારી પત્રોની ચકાસણી 9 જૂને થશે. ઉમેદવારી પાછી ખેંચવાની છેલ્લી તારીખ 11 જૂન છે. જો જરૂરી હોય તો, 18 જૂને મતદાન થશે. મતદાન સવારે 9 વાગ્યાથી સાંજ 4 વાગ્યા સુધી યોજાશે. મતગણતરી 18 જૂને થશે અને રાજ્યસભાની ચૂંટણી 20 જૂન સુધીમાં પૂર્ણ થશે.
24 ખાલી રાજ્યસભા બેઠકો માટેની ચૂંટણી તારીખો જાહેર કરવામાં આવી છે. ચૂંટણી પંચે આજે દ્વિવાર્ષિક ચૂંટણી માટે જાહેરનામું બહાર પાડ્યું છે. કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા દિગ્વિજય સિહ નિવૃત્ત થઈ રહ્યા છે. કેન્દ્રીય મંત્રીઓ રવનીત સિહ બિટ્ટુ અને જ્યોર્જ કુરિયન પણ રાજ્યસભામાંથી નિવૃત્ત થઈ રહ્યા છે.
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, ભૂતપૂર્વ વડા પ્રધાન એચડી દેવગૌડા, મધ્યપ્રદેશના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન દિગ્વિજય સિહ, કેન્દ્રીય પ્રધાનો જ્યોર્જ કુરિયન અને રવનીત સિહ બિટ્ટુનો કાર્યકાળ સમાપ્ત થઈ રહ્યો છે. કર્ણાટક, આંધ્રપ્રદેશ અને ગુજરાતમાં ચાર-ચાર બેઠકો ખાલી થશે. રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં ત્રણ-ત્રણ બેઠકો ખાલી થશે. મણિપુર, મેઘાલય, અરુણાચલ પ્રદેશ અને ઝારખંડમાં એક-એક બેઠક ખાલી થશે. આ ઉપરાંત, ઝારખંડ, તમિલનાડુ અને મહારાષ્ટ્રમાં એક-એક બેઠક માટે પેટાચૂંટણીઓ યોજાઈ શકે છે. નિવૃત્ત થઈ રહેલા 22 સાંસદોમાંથી 11 ભાજપના છે, જ્યારે કોંગ્રેસના ચાર છે.
કેન્દ્રીય ખાદ્ય પ્રસંસ્કરણ અને રેલ્વે રાજ્યમંત્રી, રવનીત સિહ બિટ્ટુ, રાજસ્થાનથી રાજ્યસભાના સાંસદ છે. તેમનો કાર્યકાળ 21 જૂને સમાપ્ત થાય છે. તેવી જ રીતે, લઘુમતી બાબતો અને મત્સ્યઉદ્યોગ રાજ્યમંત્રી, જ્યોર્જ કુરિયન, મધ્યપ્રદેશથી રાજ્યસભાના સાંસદ છે. તેમનો કાર્યકાળ પણ 21 જૂને સમાપ્ત થાય છે.