Thursday, Oct 30, 2025

લોકસભા ચૂંટણી પરિણામ પહેલા મુસાફરી મોંઘી થઈ, ૫ ટકા ટોલ ટેક્સમાં વધારો

2 Min Read

લોકસભા ચૂંટણીનું મતદાન પૂરું થવાની સાથે જ એનએચએઆઈએ દેશભરમાં સોમવારથી એક્સપ્રેસ હાઈવે પરના ટોલ ટેક્સમાં ત્રણથી પાંચ ટકાનો વધારો લાગુ કર્યો છે. દેશમાં લોકસભા ચૂંટણીના કારણે એપ્રિલમાં લાગુ થનારો ભાવ વધારો જૂન સુધી પાછો ઠેલવામાં આવ્યો હતો તેમ અધિકારીઓનું કહેવું છે. દેશમાં સોમવારથી ૧૧૦૦ ટોલ પ્લાઝા પર ટેક્સમાં ભાવ વધારો કરાયો છે. નવા દર રવિવારે રાતે ૧૨ વાગ્યા પછીથી લાગુ થઈ જશે. દેશમાં મોંઘવારીને અનુરૂપ ટોલ દરમાં વાર્ષિક ફેરફાર કરવામાં આવે છે.

હાઇવેના આ રૂટ પરથી મુસાફરી કરતા વાહનચાલકો માટે સારા સમાચાર જાણો શું છે સમાચાર - SATYA DAY

મેરઠ-બાગપત નેશનલ હાઈવે પર સૌથી ઓછો ટોલ ૪૫ રૂપિયા અને સૌથી વધુ ટોલ ૨૯૫ રૂપિયા હશે. દિલ્હી-સહારનપુર નેશનલ હાઈવે પરના જીવાના ટોલ પર લઘુત્તમ ટોલ ૯૦ રૂપિયા અને સૌથી વધુ ટોલ ૮૯૦ રૂપિયા હશે. ઝાંસી-કાનપુર હાઈવે દ્વારા ઝાંસી આવતા વાહનોને સેમરી ટોલ પ્લાઝા પર ૫ થી ૧૫૦૦ રૂપિયા વધુ ચૂકવવા પડશે. નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ દિલ્હી-મેરઠ એક્સપ્રેસવે, ઈસ્ટર્ન પેરિફેરલ એક્સપ્રેસવે, દિલ્હી-હાપુર એક્સપ્રેસવે અને ગાઝિયાબાદ અલીગઢ હાઈવે પર ટોલ વસૂલવાની જવાબદારી ખાનગી કંપનીઓને આપી છે. પરંતુ માત્ર NHAI જ ટોલના ભાવમાં વધારો કરી શકે છે.

ટોલ પ્લાઝા પર વધતી કિંમતો ઘણી ચર્ચાનો વિષય છે અને રાજકીય પક્ષો પણ આ મુદ્દાને અવાજ ઉઠાવી રહ્યા છે. NHAIનું કહેવું છે કે તેમના રોડ પ્રોજેક્ટ માટે ટોલના ભાવમાં વધારો કરવો ખૂબ જ જરૂરી છે. તે જ સમયે, વિરોધ પક્ષો સામાન્ય માણસના ખિસ્સા પર બોજ નાખવા માટે NHAIના આ પગલાની ટીકા કરી રહ્યા છે.

ભારતે પાછલા દાયકામાં નેશનલ એક્સપ્રેસ વેના વિસ્તરણ માટે અબજો ડોલરનું રોકાણ કર્યું છે, જેની કુલ લંબાઈ લગભગ ૧૪૬૦૦૦ કિ.મી. છે. ભારતનું એક્સપ્રેસ વેનું રસ્તાનું નેટવર્ક દુનિયાનું બીજું સૌથી મોટંવ રોડ નેટવર્ક છે. ટોલ કલેક્શન વર્ષ ૨૦૧૮-૧૯માં રૂ. ૨૫૨ અબજથી વધીને નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૩માં રૂ. ૫૪૦ અબજ કરતાં વધુ થયું હતું. દેશમાં રોડ ટ્રાફિક તેમજ ટોલ પ્લાઝાની સંખ્યા વધવાના કારણે ટોલ કલેક્શનમાં વધારો થઈ રહ્યો છે.

આ પણ વાંચો :-

Share This Article