- ગુજરાત પોલીસ દ્વારા રાજ્યભરમાં એક મહિના સુધી સ્પેશ્યલ ડ્રાઈવ ચલાવવામાં આવશે. જેમાં ઓવર સ્પીડ, સ્ટંટબાજો સહિત ટ્રાફિકના નિયમોને તોડનારાઓ સામે કડક હાથે કાર્યવાહી કરવામાં આવશે.
જોકે આ સમગ્ર ડ્રાઈવના નિર્ણયની જાહેરાત સાથે એક મોટો સવાલ એ પણ છે કે જ્યાં તથ્ય દ્વારા ૨૦ લોકોને ફંગોળી નાખવાની અમદાવાદમાં ઘટના બની છે જે પછી લોકો ટ્રાફિકના નિયમોના કડક પાલનની માગ કરી રહ્યા છે ત્યાં હવે ગુજરાત પોલીસ મહિનો ડ્રાઈવ ચલાવ્યા પછી શું કરશે? શું સ્થિતિ જેસે થે વેસે જેવી થઈ જશે કે નવું નવું એક મહિનો ચલાવીને બાદમાં ટ્રાફિકના નિયમોનું પાલન કરાવવામાં ફરી લાલીયાવાડી ચાલુ થશે?
ગુજરાત પોલીસ વડાના આદેશ પ્રમાણે હવે એક મહિના માટે ગુજરાતના તમામ જિલ્લાઓમાં ટ્રાફિકના નિયમોને લઈને પોલીસ સ્પેશ્યલ ડ્રાઈવ ચલાવશે. ઓવર સ્પીડ, સ્ટંટબાજોને પકડવા, લાયસન્સ, હેલમેટ, રોંગ સાઈડ વાહન ચલાવવું, સિગ્નલ તોડવા સહિતના ટ્રાફિકના નિયમોને લઈને કડક કાર્યવાહી કરવામાં આવશે.
આ પણ વાંચો :-