Friday, Oct 24, 2025

સુરતમાં આવતી કાલે જગન્નાથ રથયાત્રાને લઈ ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત કરવામાં આવ્યો

2 Min Read

સુરત શહેરમાં વિવિધ સ્થળોએ ભગવાન જગન્નાથજીની રથયાત્રા યોજાશે જેમાં ૦૭ રથયાત્રા, ૦૪ શોભાયાત્રા તેમજ એક મહાપ્રસાદીનુ આયોજન કરાશે. આ સંદર્ભે પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલોતે કહ્યું કે, શહેરમાં તા.૭મીએ રથયાત્રાના આયોજન અંતર્ગત કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે એ માટે પૂરતો પોલીસ બંદોબસ્ત કરવામાં આવ્યો છે.

Surat News: Police Commissioner Anupam Singh Gehlot conducted a flag march before Ram Navami | Sandesh

આધુનિક સુવિધાયુક્ત ૬૦૦ બોડીવોર્ન કેમેરા, ૮૭૦ જેટલા CCTV કેમેરા સાથે ડ્રોન દ્વારા સર્વેલન્સ કરવામાં આવશે. બંદોબસ્તની તૈયારીના ભાગરૂપે પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારીની સુચના મુજબ કોમ્બીંગ તેમજ હોટલ ગેસ્ટ હાઉસ ચેકીંગ સાથે ગુનાહિત પ્રવૃતિમાં સંડોવાયેલા વ્યક્તિઓ ઉપર વોચ રાખવામાં આવી રહી છે. કોઇ અનિચ્છનીય બનાવ ન બને પુરતી તકેદારી રખાઈ રહી છે.

રથયાત્રામાં સુરત શહેર પોલીસ દ્વારા ૩ જે.સી.પી, ૮ ડી.સી.પી., ૨૦ એ.સી.પી., ૪૧ પી.આઈ., ૧૫૦ પીએસઆઇ અને ૪૦૦૦ હજારથી વધુ પોલીસ જવાન ખડેપગે બંદોબસ્તમાં જોડાશે. સંયુક્ત પોલીસ કમિશનર, ડી.સી.પી., એ.સી.પી., પો.ઇન્સ. દ્વારા અલગ અલગ સ્તરે શાંતિ સમિતિની બેઠક કરવામાં આવી છે. રથયાત્રા આયોજકો, ફ્રેન્ડ ઓફ પોલીસ તેમજ ધર્મગુરૂઓ સાથે રથયાત્રાના આયોજનનું સંકલન કરાયું છે, જેમાં તેમનો ઉમદા સહકાર મળ્યો છે. રૂટ ડાયવર્ઝન તેમજ ભારે વાહન પ્રતિબંધ માટે ટ્રાફિકનુ જાહેરનામુ, હથિયારબંધી, ધ્વનિ પ્રદુષણના જાહેનામા બહાર પાડવામાં આવ્યા હોવાનું પોલીસ કમિશનરએ ઉમેર્યું હતું.

આ પણ વાંચો :-

Share This Article