ગુજરાતના જાણીતા હવામાનશાસ્ત્રી અને આગાહી કાર અંબાલાલ પટેલે હાલમાં જ વરસાદ પર અપેડેટ આપ્યુ છે. અંબાલાલ પટેલે આગાહી કરતાં કહ્યું કે, રાજ્યમાં કાલથી ભારે પવન સાથે વરસાદની આગાહી છે, આગામી ૧૦ જૂન સુધીમાં ચોમાસુ મુંબઈ સુધી પહોંચશે અને બાદમાં ગુજરાતમાં વિધિવત રીતે ચોમાસાનો વરસાદ શરૂ થઇ જશે.
હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, આજે અને આવતીકાલે વડોદરા, ભરૂચ, છોટા ઉદેપુર, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, દમણ, વલસાડ, દાદરા અને નગર હવેલીમાં અમુક સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે જ્યારે પંચમહાલ, દાહોદ, ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગરમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
તારીખ ૧૦ અને ૧૧ જૂનના રોજ વડોદરા, ભરૂચ, છોટા ઉદેપુર, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, દમણ, વલસાડ, મહીસાગર, દાદરા અને નગર હવેલીમાં અમુક સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યધ્યમ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. જ્યારે પંચમહાલ, દાહોદ, ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગરમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
ગુજરાતના ૬ જિલ્લામાં આજે વરસાદની આગાહી છે. હવામાન વિભાગની સવારના ૧૫ વાગ્યા સુધીની આગાહી છે. દક્ષિણ ગુજરાતના નર્મદા, સુરત, નવસારી, તાપી, ડાંગ, વલસાડ ઉપરાંત સંઘપ્રદેશ દમણ અને દાદરાનગરહવેલીમાં પણ વરસાદની આગાહી છે.
આ પણ વાંચો :-