યુનાઈટેડ સ્ટેટ્સના જ્યોર્જિયા રાજ્યમાં એક ભયાનક કાર અકસ્માતમાં ત્રણ ભારતીય-અમેરિકન વિદ્યાર્થીઓના મોત થયા છે, જયારે બે વિદ્યાર્થીઓ ઈજાગ્રસ્ત થયા છે. જ્યોર્જિયાના આલ્ફારેટ્ટા શહેરમાં પુરપાટ વેગે દોડતી કાર પલટી ગઈ હતી. એક અહેવાલ મુજબ કારમાં સવાર તમામ વિદ્યાર્થીઓની ઉંમર ૧૮ વર્ષની આસપાસ હતી.
મૃતક ભારતીય વિદ્યાર્થીઓની ઓળખ અલ્ફારેટા હાઈસ્કૂલના વિદ્યાર્થી આર્યન જોશી, જ્યોર્જિયા યુનિવર્સિટીની વિદ્યાર્થીની શ્રિયા અવસરલા અને અન્વી શર્મા તરીકે થઈ છે. આર્યન જોશી અને શ્રિયા અવસરલાનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે બાકીના ત્રણ વિદ્યાર્થીઓને સારવાર માટે નોર્થ ફુલટન હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં અન્વી શર્માનું પણ મોત થયું હતું. અકસ્માતની આ ઘટના ૧૪મી મેએ બની હતી.
અમેરિકાના જ્યોર્જિયા રાજ્યના અલ્ફારેટ શહેરમાં ભીષણ માર્ગ અકસ્માતની ઘટના બની હતી. અલ્ફારેટા પોલીસે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ઘટનાસ્થળ પરના પુરાવાના આધારે, એવી શંકા છે કે કારના ડ્રાઈવરે સ્ટિયરિંગ પરથી નિયત્રણ ગુમાવતા કાર એક ઝાડ સાથે અથડાઈ હતી અને પછી પલટી મારી ગઈ હતી. અકસ્માતની ઘટના એટલી ભીષણ હતી કે કારનો કચ્ચણઘાણ નીકળી ગયો હતો. આ જીવલેણ કાર અક્સમાતમાં ત્રણ ભારતીય વિદ્યાર્થીઓએ જીવ ગુમાવ્યો હતો. જ્યારે અન્ય બે વિદ્યાર્થીઓ ઘાયલ થયા હતા.
આ પણ વાંચો :-