HomeGujaratવડોદરા, વલસાડ, ગાંધીનગર અને અમદાવાદની કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

વડોદરા, વલસાડ, ગાંધીનગર અને અમદાવાદની કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

Date:

Related stories

સુરતના શ્યામ સંગીની માર્કેટ આગકાંડમાં 1000થી વધુ CCTV તપાસ્યા બાદ મોટો ખુલાસો!

સુરતના સારોલીની શ્યામ સંગીની માર્કેટમાં લાગેલી આગના કેસમાં તપાસ...

ક્રિકેટ ફેન્સ માટે મોટું સરપ્રાઇઝ! રોહિત શર્મા હવે ટીવી પર જોવા મળશે આ નવા રોલમાં

ક્રિકેટના મેદાન પર પોતાની આક્રમક બેટિંગથી ભલભલા બોલરોના છક્કા...

તમારા સવાલ જવાબ આપવાના બદલે આ AI સિસ્ટમએ કરી ત્રણ કંપની હેક!

શું તમે ક્યારેય વિચાર્યું છે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)...

ઓલપાડના અમીષ પટેલનું મોત અકસ્માત કે ષડયંત્ર? ઓડિયો ક્લિપથી ખૂલ્યું રહસ્ય

શું સુરતના ઓલપાડમાં સર્જાયેલો એક ભયાનક 'અકસ્માત' હકીકતમાં એક...
spot_img

વડોદરા ડિસ્ટ્રિક્ટ કોર્ટ દિવાળીપુરાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. સમાચાર મળતા જ પોલીસ અને બોમ્બ-ડોગ સ્ક્વોડની ટીમ ઘટનાસ્થળે પહોંચી છે. કોર્ટમાંથી વકીલોને સહી સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા છે. કોર્ટ સંકુલ બહાર વકીલોના ટોળેટોળા જામ્યા છે. ઘટનાની ગંભીરતાને જોતા ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચ્યા છે.

વલસાડ કોર્ટના ઓફિશિયલ ઈમેલ આઇડી ઉપર અજાણ્યા શખ્સે વલસાડ કોર્ટને બોમ્બથી ઉડાવવાની ધમકી આપી છે. આ ધમકી મળતા તાત્કાલિક વલસાડ જિલ્લા પોલીસની ટીમને ઘટનાની જાણ થતાં તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી કોર્ટ પ્રિમસીસ ખાલી કરાવવામાં આવી છે. વલસાડ કોર્ટમાં વકીલો અને અરજદારોને સુરક્ષિત સ્થળે ખસેડી લેવામાં આવ્યા છે. બૉમ્બ સ્ક્વોડ અને ડોગ સવોડની ટીમની મદદ લેવામાં આવી રહી છે. આ ઉપરાંત ગાંધીનગર સેશન્સ કોર્ટને તથા અમદાવાદની જૂની હાઇકોર્ટને પણ ધમકી ભર્યો ઇમેઇલ મળ્યો છે.

સરકારી વકીલ પ્રકાશ ઠક્કરએ જણાવ્યું હતું કે, આજે અને ગઈકાલે જે રીતે અવારનવાર ઈમેઈલ આવી રહ્યા છે. કાલે 25 શાળાઓને અને આજે કોર્ટને જે ધમકી મળી છે. તે ખૂબ જ ગંભીર ઘટના છે. આ બાબતની ઉચ્ચ સ્તરે અને ખૂબ જ કડક રીતે તપાસ થવી જોઈએ. સરકાર અને વહીવટી તંત્ર આ બાબતે સંપૂર્ણ રીતે સજ્જ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, ગૃહમંત્રી હર્ષ સંઘવી અને શિક્ષણ મંત્રી સહિતના તમામ પદાધિકારીઓ ખૂબ જ સક્રિય છે અને આ બાબતમાં અંગત રસ લઈને કામ કરી રહ્યા છે. અત્યારે આપણી પાસે આધુનિક ટેકનોલોજી ઉપલબ્ધ છે, જેનો ઉપયોગ કરીને આ ગુનેગારોને વહેલી તકે શોધી કાઢવા જોઈએ.

આજે કોર્ટને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકીનો ઈમેઈલ મળ્યો હતો. પોલીસ આ બાબતે અત્યારે ઊંડાણપૂર્વક અને સારી રીતે તપાસ કરી રહી છે. નાગરિકોની સુરક્ષા માટે તંત્ર સતર્ક છે અને યોગ્ય કાર્યવાહી કરવામાં આવી રહી છે.

Subscribe

Latest stories