Saturday, Sep 13, 2025

વધું એક વિમાનને બોમ્બથી ઉડાડવાની ધમકી

1 Min Read

દેશભરમાં સતત એરપોર્ટ અને વિમાનને બોમ્બથી ઉડાવવાની ધમકીમાં વધારો થયો છે. આ વચ્ચે કેન્દ્ર સરકારે દેશભરના એરપોર્ટમાં આવતી ફ્લાઇટમાં સ્કાઇ માર્શલની સંખ્યા વધારવાનો નિર્ણય કર્યો છે. ગૃહમંત્રાલયના એક સીનિયર અધિકારીએ જણાવ્યું કે એરપોર્ટ અને વિમાનમાં વધતા ખતરાનું આકલન અને જાસુસી એજન્સીઓ પાસેથી મળેલા ઇનપુટ બાદ સ્કાઇ માર્શલની સંખ્યા ડબલ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

વિમાનમાં મુસાફરી કરનાર માટે મોટા સમાચાર!!! બોઇંગના આ 'સ્પેશિયલ પ્લેન'માં પ્રવાસ કરવો જોખમી, DGCAએ આપી ચેતવણી – Gujarat Mirror

મુંબઈ પોલીસે એરલાઈન્સને મળેલી બોમ્બની ખોટી ધમકીના મામલે એક સગીર આરોપીને છત્તીસગઢના રાજનાંદગાવથ અટકાયતમાં લીધો હતો. પોલીસ આ પ્રકરણે સગીરના પિતાની પણ પૂછપરછ કરી રહી છે. મુંબઈ પોલીસના જણાવ્યાનુસાર બોમ્બની ધમકીભર્યામેસેદ છત્તીસગઢ રાજ્યના રાજનાંદગાવથી મોકલવામાં આવ્યા હતા.

પોલીસ સૂત્રોનુસાર આરોપી સગીરનો તેના એક મિત્ર સાથે પૈસાની લેવડદેવડને લઈ ઝઘડો થયો હતો. મિત્ર ઉધારી ચૂકવવામાં આનાકાની કરી રહ્યો હોવાથી બદલો લેવાના આશયથી સગીરે તેના મિત્રતા નામે બનાવટી સોશિયલ મીડિયા એકાઉન્ટ તૈયાર કર્યું હતું અને તેને ફસાવવા વિમાનને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીઓ આપી હતી.

આ પણ વાંચો :-

Share This Article