Saturday, Sep 13, 2025

ફરી 85 વિમાનને બોમ્બથી ઉડાડવાની ધમકી

2 Min Read

વિમાનો બોમ્બ હોવાની ધમકીઓનો સિલસિલો અટકતો નથી. ફરી એકવાર એક સાથે 85 વિમાનોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે. જે વિમાનોને આ ધમકીઓ મળી છે તેમાં એર ઈન્ડિયાના 20, વિસ્તારાના 20, ઈન્ડિગોના 25 અને આકાસાના 20 વિમાનોનો સમાવેશ થાય છે. વિમાનોને ધમકીનો આ પહેલો કિસ્સો નથી. થોડા દિવસો પહેલા પણ એક પછી એક અનેક વિમાનોને ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી.

Viman ✈️ (@VimanUK) / X

છેલ્લા કેટલાક દિવસોથી દેશમાં વિમાનો પર બોમ્બની ધમકીઓ મળી રહી છે. જો આ 85ને વધુ ઉમેરીએ તો અત્યાર સુધીમાં અંદાજે 285 વિમાનોને બોમ્બની ધમકી મળી છે. જો કે, સારી વાત એ છે કે કોઈપણ વિમાનમાંથી કોઈ શંકાસ્પદ વસ્તુઓ મળી નથી. પરંતુ આ ધમકીઓના કારણે એરલાઇન કંપનીઓને ભારે નુકસાન થયું છે. ઉપરાંત મુસાફરોને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. કેન્દ્ર સરકાર પણ વિમાનોને મળતા રોજિંદા ખતરા અંગે ગંભીર છે અને તપાસના આદેશ આપ્યા છે.

નાગરિક ઉડ્ડયન મંત્રાલયના સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર, વિમાનોમાં બોમ્બ હોવાની સતત ધમકીઓને કારણે અત્યાર સુધીમાં 500 કરોડ રૂપિયાથી વધુનું નુકસાન થયું છે. એરલાઇન્સ કંપનીઓ તેમની ફ્લાઇટ્સ તેમના નિર્ધારિત એરપોર્ટને બદલે નજીકના એરપોર્ટ પર લેન્ડ કરે છે, જેના કારણે ઇંધણનો વપરાશ વધુ થાય છે.

આ પણ વાંચો :-

Share This Article