Saturday, Sep 13, 2025

સુરત શહેરમાં ખાડી પૂરનો ખતરો, હજારો ઘરોમાં ઘુસ્યા પાણી

2 Min Read

ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જો કે સુરત શહેર સહિત ઉપરવાસમાં સતત ૪ દિવસથી વરસાદ ખાબકી રહ્યો છે. જેના પગલે લિંબાયત મીઠી ખાડી વિસ્તારમાં કફોડી સ્થિતિ જોવા મળી છે. કમરૂનગર બેઠી કોલોની સહિત ૧૦૦૦ થી વધુ ઘરોમાં પાણી ઘુસ્યા છે. પાણીમાં ફસાયેલા લોકોને NDRFની ટીમ દ્વારા રેસ્ક્યૂ કરવામાં આવી રહ્યાં છે.

સુરતના અનેક વિસ્તારોમાં કેડસમા પાણી ભરાતા લોકોને ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. શહેરમાંથી પસાર થતી ખાડીઓ ભયજનક સપાટીએ છે. ખાડીનું લેવલ વધી જતા ગટરનું પાણી બેક મારી રહ્યાં છે.

હવે અમદાવાદીઓએ સાચવવું પડશે! આજે ક્યાં પડી શકે છે ભારે વરસાદ? – News18 ગુજરાતી

સુરત પાલિકાના આઈસીસી ખાતે બનાવેલા કંટ્રોલરૂમ પરથી પાલિકા કમિશ્નર સહિતના અધિકારીઓ નજર રાખતા હતા. આઈસીસીસી પરથી રાઉન્ડ ધ ક્લોક મોનીટરીંગ થઈ રહ્યું છે. દરમિયાન આજે વહેલી સવારથી જ પાલિકા કમિશનર શાલિની અગ્રવાલ અને અન્ય અધિકારીઓ ખાડી કિનારા વિસ્તારની મુલાકાતે જઈને ખાડીની સ્થિતિનો તાગ મેળવ્યો હતો. આ ઉપરાંત ત્યાં પાણીનો ભરાવો થયો છે તે વિસ્તારની મુલાકાત લીધી હતી.

સુરતમાં ખાડીનું લેવલ વધતા યોગી ચોક વિસ્તારમાં પાણી ભરાયા છે. તેમજ મહાવીર ચોકથી કિરણ ચોક રોડ પર જળબંબાકારની સ્થિતિ છે. આસપાસની દુકાનોમાં ખાડીના પાણી ધુસ્યા છે. રોડ પર કેડસમા પાણી ભરાતા વાહનચાલકોને હાલાકી થઈ છે. પાણી ભરાતા અનેક વાહનો બંધ પડ્યા છે. ભારે વરસાદને પગલે સુરતમાં જન જીવન ખોરવાયું છે.

આ પણ વાંચો :-

Share This Article