Sunday, Sep 14, 2025

વર્ષોથી ખુબ ઓડકાર આવતા હતા આ મહિલાને, ચેક કરાવ્યું તો ડોક્ટરના પણ હોશ ઉડી ગયા

3 Min Read

This woman

  • અનેકવાર લોકોને ભોજન કર્યા બાદ ઓડકાર આવતા હોય છે જે આમ જોવા જઈએ તો એક સામાન્ય સમસ્યા છે. જો કે કેટલાક લોકોને સામાન્ય કરતા વધુ અને સતત ઓડકાર આવતા હોય છે જે પેટમાં ગેસ બનવાના કારણે થતું હો છે.

અનેકવાર લોકોને ભોજન કર્યા બાદ ઓડકાર (Belch) આવતા હોય છે જે આમ જોવા જઈએ તો એક સામાન્ય સમસ્યા છે. જો કે કેટલાક લોકોને સામાન્ય કરતા વધુ અને સતત ઓડકાર આવતા હોય છે જે પેટમાં ગેસ બનવાના કારણે થતું હો છે. આવી સ્થિતિમાં ડોક્ટરો (Doctor) મોટાભાગે સલાહ આપતા હોય છે કે તેઓ પોતાની આહાર વ્યવસ્થામાં સુધાર કરે જેથી કરીને પેટની ગેસ (Stomach Gas) બનવાની સમસ્યા ઓછી થઈ શકે.

વધુ ઓડકાર આવવા એ ક્યારેક શરમિંદગીનું કારણ બને છે અને સ્વાસ્થ્ય માટે પણ ખતરાની ઘંટી ઊભી થાય છે. એક 24 વર્ષની નર્સ બેલી મેકબ્રીનના કેસમાં વધુ ઓડકાર એક ઘાતક કેન્સરના ત્રીજા સ્ટેજ માટે પહેલી ચેતવણી બન્યું.

અમેરિકાના ફ્લોરિડામાં રહેતી નર્સ બેલી મેકબ્રીને કહ્યું કે તેને ઓછા ઓડકાર આવતા હતા. જો કે બે વર્ષ પહેલા ઓક્ટોબર 2021માં તેને વધુ ઓડકાર આવવા લાગ્યા હતાં પરંતુ તેણે તેને નજરઅંદાજ કર્યું. ફેબ્રુઆરી 2022માં મેકગ્રીનને વધુ એસિડ રિફ્લક્સની ફરિયાદ થઈ.

જેને ડોક્ટરોએ ચિંતાનું કારણ ગણાવ્યું. જો કે જાન્યુઆરીમાં તેને અહેસાસ થયો કે કઈક અસામાન્ય છે અને તેને ખુબ દુખાવો, ભૂખ ન લાગવી અને શૌચક્રિયામાં અસમર્થતા થઈ. એક CT સ્કેન બાદ જાણવા મળ્યું કે તેના કોલનમાં ટ્યૂમર (કોલન કેન્સર) છે.

વધુ ઓડકાર  કોલન કેન્સરનું પહેલું સંકેત?

પોતાના અનુભવો શેર કરતા બેલી મેકબ્રીને કહ્યું કે વધુ ઓડકાર આવવા તે તેના માટે પહેલો સંકેત હતો. રોજ 5-10 વાર જે અસામાન્ય હતું કારણ કે તેને પહેલા આટલા ઓડકાર ક્યારેય આવતા નહતા. તેને આ ખુબ અજીબ લાગ્યું પરંતુ તેણે વધુ વિચાર્યું નહીં. સ્ટેજ 3 કેન્સર ડિટેક્ટ થયા બાદ તેને ખુબ પરેશાની થઈ. પરંતુ ધીરે ધીરે તેણે સંઘર્ષ કર્યો અને બીમારીને હરાવવા માટે લાગી ગઈ.

કોલન કેન્સરના અન્ય સંકેત :

– કારણ વગર  થાક કે નબળાઈ

મળાશયથી બ્લિડિંગ

– મળમાં લોહી આવવું

– એવું મહેસૂસ થવું કે આંતરડા બરાબર ખાલી થયા નથી

– સતત ગેસ, પેટમાં કળતર, પેટ દુખાવો

–  આંતરડાની આંદરોમાં વારંવાર પરિવર્તન જેમ કે કબજિયાત, ઝાડા

– આંતરડા સ્થિરતામાં પરિવર્તન

આ પણ વાંચો :-

 

Share This Article