Saturday, Sep 13, 2025

ઓડિશા ટ્રેન અકસ્માતમાં પીડિતોની વ્હારે આવ્યો ટીમ ઇન્ડિયાનો આ પ્લેયર, આટલા લાખ કર્યા ડોનેટ

2 Min Read
This player of Team India came
  • બાલાસોરમાં થયેલ ટ્રેન અકસ્માતમાં 275 લોકોએ જીવ ગુમાવ્યા અને 1100થી વધુ લોકો ઘાયલ થયા. એવામાં ટીમ ઈન્ડિયાના યુઝવેન્દ્ર ચહલે આ દુર્ઘટનામાં પીડિતોની મદદ માટે યોગદાન આપ્યું છે.

ઓડિશાના (Odisha) બાલાસોરમાં શુક્રવાર 2 જૂનની રાત્રે ત્રણ ટ્રેન પાટા પરથી ઉતરી ગઈ હતી. જેના કારણે મોટો અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં ઓછામાં ઓછા 275 લોકોએ જીવ ગુમાવ્યા. જ્યારે 1100થી વધુ લોકો ઘાયલ થયા.

એવામાં ટીમ ઈન્ડિયાના ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલે (Yuzvendra Chahle) પણ આ દુર્ઘટનામાં પીડિતોની મદદ માટે યોગદાન આપ્યું છે. જણાવી દઈએ કે યુઝવેન્દ્ર ચહલે ટ્રેન દુર્ઘટનામાં ઘાયલ થયેલા લોકોની સારવાર માટે એક લાખ રૂપિયાનું દાન આપ્યું છે.

સ્કાઉટ ગેમિંગ ચેનલ દ્વારા આયોજિત સ્ટ્રીમમાં ચહલે ઓડિશા ટ્રેન અકસ્માત માટે 1 લાખનું દાન આપ્યું હતું. ચહલ તાજેતરમાં રાજસ્થાન રોયલ્સ માટે IPL 2023 રમી હતી જ્યાં તેણે સારું પ્રદર્શન કર્યું હતું પરંતુ ટીમ પ્લેઓફ માટે ક્વોલિફાય કરવામાં નિષ્ફળ રહી હતી. જણાવી દઈએ કે રાજસ્થાને 14માંથી 7 મેચ જીતી હતી અને તેના કારણે તેની ક્વોલિફિકેશન થઈ શકી નથી.

એ વાત મહત્વની છે કે યુઝવેન્દ્ર ચહલને મોબાઈલ ગેમ રમવાનું પસંદ છે અને PUBG જેવી ગેમ ખૂબ જ પસંદ છે અને તે ઘણીવાર YouTubers સાથે ગેમ રમતા જોવા મળે છે.આ દરમિયાન તેમણે આ દાન આપ્યું છે. ઘણા યુટ્યુબર્સે અત્યાર સુધીમાં આવી સ્ટ્રીમ્સ કરી છે જ્યાં તેઓ ઓડિશા ટ્રેન દુર્ઘટનાના પીડિતોને મદદ કરવા માટે ઓડિશા સરકારને દાન આપી રહ્યા છે. જેથી તેઓ શક્ય તેટલી વહેલી તકે આ આપત્તિમાંથી બહાર આવી શકે.

આ પણ વાંચો :-

Share This Article