Saturday, Sep 13, 2025

વરસાદમાં ભારતની આ ૫ જગ્યાઓને કહેવામાં આવે છે ‘જન્નત’, એવું લાગશે કે જાણે સપનામાં છો તમે

2 Min Read
  • શું તમે પણ વરસાદમાં ફરવા જવાનું ખૂબ પસંદ છે ? જો હા તો ચાલો આજે અમે તમને એવી પાંચ જગ્યાઓ વિશે જણાવીએ જ્યાં તમે ફર્યા બાદ તમને લાગશે કે જન્નતમાં ફરી રહ્યા છે.

મહાબલેશ્વરનો સીન આખુ વર્ષ શાંત રહે છે. પરંતુ વરસાદની સિઝનમાં મહાબલેશ્વર જવાની મજા જ ખૂબ ખાસ છે. અહીં પાકૃતિક સુંદરતા અને શાંત વાતાવરણ તમને દિલ જીતી લેશે. તમે ટેબલલેંડ, એલફિંસ્ટન પોઈન્ટ, વેન્ના ઝીલ, અને લિંગમાલા ઝરણા જેવી જગ્યાઓ પર જઈ શકો છો. જો તમે મુંબઈ અથવા પૂણેમાં રહો છો, તો આ જગ્યાને જોવા માટે સમય નિકાળો.

લોનાવલા :

લોનાવલા કાર પ્રેમીઓ માટે એક શાનદાર મોનસૂન ટ્રિપ થઈ શકે છે. મહારાષ્ટ્રના સહ્યાદ્રિ પર્વતમાં સ્થિત આ જગ્યા આશ્વર્યજનક સીન્સ તો બતાવે છે. પરંતુ અહીં આળા અવળા રસ્તાઓ જોઈને તમે દિવાના થઈ શકશો. વરસાદની સિઝનમાં અહીંની લોન્ગ ડ્રાઈવ દિલ જીતી લેશે. અહીં ટાઈગર પોઈન્ટ અને રાજમાચી પોઈન્ટ જોવાનું ભૂલતા નહી.

Places to visit in Lonavala | Top sights in Lonavla - Dream City Travel

મેઘાલય રેનફોરેસ્ટ :

જો તમે મેઘાલય તરફ આગળ વધશો, તો તમને “વાદળોનું ઘર” દેખાશે. એવું કહેવાય છે કે આ વિસ્તારમાં વિશ્વમાં સૌથી વધુ વરસાદ પડે છે. જેના પરિણામે લીલાછમ વરસાદી જંગલો અને આકર્ષક ધોધ આવે છે. ગુવાહાટી-શિલોંગ રોડ પર કાર અથવા મોટરસાઈકલ ચલાવો, તે એક સરસ અનુભવ હશે.

કૂર્ગ :

કર્ણાટકનું એક આકર્ષક હિલ સ્ટેશન કુર્ગ (Coorg), વરસાદની મોસમમાં લીલુંછમ ‘સ્વર્ગ’ બની જાય છે. અહીં ડ્રાઈવિંગ ખરેખર એક આનંદ છે. ચોમાસા દરમિયાન કુર્ગના કોફીના વાવેતર અને ધોધનું અન્વેષણ કરવું વધુ મનમોહક બની જાય છે.

કોંકણ તટ :

મહારાષ્ટ્રથી ગોવા સુધી વિસ્તરેલા કોંકણ કિનારે એક સુંદર ડ્રાઈવ પર જાઓ. આ રોડ ટ્રીપ પામ-ફ્રિન્ગ બીચ, માછીમારીના ગામો અને ઐતિહાસિક કિલ્લાઓનું ઉત્તમ કોમ્બિનેશન છે. મુંબઈ-ગોવા હાઈવે લો અને અલીબાગ, ગણપતિપુલે અને રત્નાગીરી જેવા લોકપ્રિય બીચ ટાઉન પર રોકો.

19 Best Places To Visit In Konkan In 2023 For A Coastal Experience!

આ પણ વાંચો :-

Share This Article