Monday, Dec 8, 2025

Mahindra Scorpio લઈને ફરવા ગયેલા વ્યક્તિની ઈચ્છા પર ફરી ગયુ પાણી; જુઓ વીડિયો

2 Min Read

The water turned back

  • Mahindra Scorpio Viral Video : સોશિયલ મીડિયા પર એક વીડિયો સામે આવ્યો છે, જેમાં સ્કોર્પિયો-એનની અંદર પાણી પડતું જોવા મળી રહ્યું છે. આ વીડિયો અલગ-અલગ પ્લેટફોર્મ પર વાયરલ થઈ રહ્યો છે.

Mahindra Scorpio Viral Video : ઘણીવાર તમે લોકોને પાઈપ વડે વાહન ધોતા જોયા હશે. શું તમે ક્યારેય કોઈને ધોધના પાણીની નીચે કાર ધોતા જોયુ છે? જો નહીં તો અત્યારે જ જુઓ કારણ કે આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા (Social media) પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો જોયા બાદ કેટલાક લોકો ચોંકી ગયા છે તો કેટલાક લોકો હસી રહ્યાં છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વાયરલ વિડિયો ક્યારે અને ક્યાંનો છે તે હજુ સુધી જાણી શકાયું નથી.

આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક વ્યક્તિ પોતાની કારમાં ફરવા ગયો હતો. ત્યાં તેણે એક ધોધ જોયો, તેથી તેણે તેની સ્કોર્પિયો કાર લીધી અને તેને કુદરતી રીતે ધોવા માટે ધોધની નીચે પાર્ક કરી. આ દરમિયાન તે કારનું સનરૂફ પણ બંધ કરી દે છે.

https://twitter.com/rsnairx/status/1630110196092764162?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1630110196092764162%7Ctwgr%5E%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fzeenews.india.com%2Fgujarati%2Findia%2Fviral-video-mahindra-scorpio-water-leakage-social-media-252360

થોડી સેકન્ડો પછી Scorpio-N ની અંદર અચાનક પાણી પડવા લાગે છે. SUVની સનરૂફ અને છત પર લગાવેલા સ્પીકર્સમા પણ સતત પાણી વહેવા લાગે છે. પાણીને કારણે આખું ડેશબોર્ડ ભીંજાઈ ગયું હતું. આટલું જ નહીં SUVના ઘણા ઈલેક્ટ્રોનિક પાર્ટ્સમાં પણ પાણી ઘૂસી ગયું હતું.

આ વીડિયો સોશિયલ મીડિયાના દરેક પ્લેટફોર્મ પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડીયો રાહુલ નાયર નામના એકાઉન્ટ દ્વારા તેને ટ્વિટર પર શેર કરવામાં આવ્યો છે. વીડિયોને અત્યાર સુધીમાં લાખો લોકો જોઈ ચૂક્યા છે.

ઘણા લોકો તેના પર કોમેન્ટ કરીને પોતાની પ્રતિક્રિયા આપતા જોવા મળે છે. જો કોઈએ સ્ક્રિપ્ટેડ વિડિયો કહ્યું છે. તો કેટલાક યુઝર્સ કહે છે કે સનરૂફ સંપૂર્ણપણે બંધ હોવું જોઈએ બાકી અંદર પાણી આવશે. હાલમાં આ વીડિયોને લઈને મહિન્દ્રા તરફથી કોઈ નિવેદન સામે આવ્યું નથી.

આ પણ વાંચો :-

Share This Article