Saturday, Sep 13, 2025

તાજમહેલ સુધી આવી પહોંચ્યું યમુનાનું પાણી, શું ‘પ્રેમની નિશાની’ પર સંકટના એંધાણ

2 Min Read
  • નદીનું પાણી દિવાલોની આટલું નજીક આવતાં સ્મારકની પાછળ બનેલો બગીચો પાણીમાં ડૂબી ગયો હતો. વર્ષ ૨૦૧૦ અને તે પહેલા ૧૯૭૮માં યમુનાનું પાણી તાજમહેલની દિવાલો સુધી પહોંચ્યું હતું.

દિલ્હીનો મોટો હિસ્સો ડૂબી ગયા બાદ હવે યમુના નદીનું પાણી આગ્રામાં ‘પ્રેમના પ્રતિક’ તાજમહેલની દિવાલો સુધી પહોંચી ગયું છે. તાજમહેલની આટલી નજીક નદીનું પાણી જોઈને સ્મારકની સુરક્ષાને લઈને ચિંતા થઈ હતી.

પરંતુ ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI)ના નિવેદનથી લોકોને રાહત મળી છે. ASIનું કહેવું છે કે પાણીનું સ્તર વધવાથી તાજમહેલને કોઈ ખતરો નથી. જણાવી દઈએ કે આ પહેલા ૧૯૭૮ અને ૨૦૧૦માં યમુનાનું પાણી તાજમહેલની દિવાલ સુધી પહોંચ્યું હતું.

યમુના નદીનું પાણી તાજમહેલની દિવાલોની નજીક પહોંચ્યું :

અધિકારીઓના જણાવ્યા અનુસાર યમુનાનું પાણીનું સ્તર ૪૯૯ ફૂટના ‘મધ્યમ પૂરના સ્તર’ને વટાવી ગયું છે. મંગળવારે આગ્રામાં યમુનાનું જળસ્તર ૪૯૯.૯૭ ફૂટ પર પહોંચી ગયું, જેના કારણે પાણી તાજમહેલની દિવાલોની નજીક આવી ગયું.

નદીનું પાણી દિવાલોની આટલું નજીક આવતાં સ્મારકની પાછળ બનેલો બગીચો પાણીમાં ડૂબી ગયો હતો. તાજમહેલના સંરક્ષણ સહાયક પ્રિન્સ વાજપેયીએ કહ્યું, ‘વર્ષ ૨૦૧૦ અને તે પહેલા ૧૯૭૮માં યમુનાનું પાણી તાજમહેલની દિવાલો સુધી પહોંચ્યું હતું. ૧૯૭૮ ના પૂરમાં પાણી સ્મારકના ભોંયરામાં રૂમમાં પ્રવેશ્યું હતું.

આ પણ વાંચો :-

 

Share This Article