The torrential downpour
- Gujarat Weather Today : ગુજરાતના 51 તાલુકામાં પડ્યો કમોસમી વરસાદ. સૌથી વધુ તાપીના વાલોદમાં એક ઈંચ વરસ્યો. અમરેલીમાં વરસાદી પાણીમાં ટ્રક ફસાતાં 5 લોકોને રેસ્ક્યૂ કરીને બચાવાયા.
રવિવારે ગુજરાતના 51 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાં તાપીના (Tapi) વાલોડમાં સૌથી વધુ 1 ઈંચ વરસાદ ખાબક્યો. તો જ્યારે સુરત અને પાટણ વિસ્તારમાં અડધો અડધો ઈંચ વરસાદ પડયો. પરંતું આ વચ્ચે અમરેલી જિલ્લો ચર્ચામાં આવ્યો. અમરેલીની ગલીઓમાં ઘોડાપૂરની સ્થિતિ જોવા મળી હતી. અમરેલીમાં (Amreli) વરસાદી પાણીમાં ટ્રક ફસાતા 5 લોકોને રેસ્ક્યૂ કરીને બચાવી લેવાયા હતા.
પરંતુ માવઠું હવે જતુ રહેશે એવુ ન વિચારતા. 2 મેથી ફરી નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સથી ગાજવીજ સાથે વરસાદ પડશે. સૌરાષ્ટ્ર, ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં પણ કમોસમી વરસાદ ફરી આવશે. આ માટે ખેડૂતોને સાવચેતી માટે વિશેષ પગલા લેવા સૂચના અપાઈ છે.
ભર ઉનાળે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાઈકલોનિક સર્ક્યુલેશનને કારણે ગુજરાતમાં ઠેર-ઠેર કમોસમી વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગની આગાહી વચ્ચે કચ્છમાં સતત પાંચમાં દિવસે વરસાદ નોંધાયો હતો. ગઈકાલે અમરેલી, રાજુલા, બાબરીધાર સહિતના વિસ્તારોમાં 3 ઈંચથી વધુ વરસાદ પડયો છે. જેને લઈને બાબરીયાધારની ઘીયળ નદીમાં ઘોડાપૂર આવ્યું છે. જેમાં એક ટ્રક તણાઈ આવતા જી.આર.ડી જવાનોએ રેસ્ક્યૂ કરીને પાંચ લોકોનો જીવ બચાવ્યો છે.
રાજ્ય પર હજુ પણ માવઠાનું સંકટ તોળાઈ રહ્યું છે. 2 મેથી ફરી નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સથી ગાજવીજ સાથે વરસાદ પડશે. સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડવાની આગાહી છે. ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદ પડશે. ખેડૂતો માટે હવામાન વિભાગે એડવાઈઝરી જાહેર કરી કરે છે. જેમાં કહ્યું છે કે, પવન સાથે વરસાદથી પાકને નુકસાન થઈ શકે છે. ખેડૂતોને સાવચેતી માટે વિશેષ પગલા લેવા સૂચના છે.
આ પણ વાંચો :-