Saturday, Sep 13, 2025

ભારત-પાકિસ્તાન મેચને લઈને મુંબઈ સેન્ટ્રલ ટ્રેનનું ટાઈમ ટેબલ જાહેર કરાયુ

2 Min Read

૧૪ ઓક્ટોબરે ભારત પાકિસ્તાન વર્લ્ડ કપ લઈને અમદાવાદ સહિત ગુજરાત રાજ્ય બહાર અને અન્ય દેશોમાંથી લોકો આવવાના છે. ત્યારે આ ક્રિકેટ રસીકોને હાલાકી ન પડે માટે રેલવે દ્વારા મુંબઈ સેન્ટ્રલ ટ્રેન દોડાવાનું આયોજન કરાયું છે. રેલવે દ્વારા તે મુંબઈ સેન્ટ્રલ ટ્રેનનું ટાઈમ ટેબલ જાહેર કરાયુ છે. ૧૩ ઓક્ટોબર થી ૧૫ ઓક્ટોબરનું ટાઈમ ટેબલ જાહેર કરાયું. જેમાં ટ્રેન મુંબઈ સેન્ટ્રલ, દાદર, બોરીવલી, પાલઘર, વાપી, વલસાડ, નવસારી, સુરત, વડોદરા અને અમદાવાદ પર સ્ટોપેજ કરશે. તો મેચને લઈને રેલવે દ્વારા જરૂર જણાય તે વ્યવસ્થા કરવા પણ તૈયારી દર્શાવી છે.

મેચ દરમિયાન હવાઈ મુસાફરીમાં ટ્રાફિક વધુ રહેવાનો છે. કારણ કે એરપોર્ટ પર VVIP મુવમેન્ટ વધવાની છે. તેમજ મુસાફરોની સંખ્યાઓ પણ વધવાની છે. આ સમય દરમિયાન મુસાફરોને હાલાકી ન પડે માટે એરપોર્ટ દ્વારા એક ગાઈડ લાઈન બહાર પડાઈ છે. એરપોર્ટ પર હવાઈ ટ્રાફિક રહેવાના કારણે આ ગાઈડ લાઇન બહાર પાડવામાં આવી છે. જેમાં એરપોર્ટ દ્વારા મુસાફરોને ફ્લાઈટના સમય પહેલા જ એરપોર્ટ પહોંચવા અપીલ કરાઈ છે.

જેથી સમયથી વહેલા પહોંચવાના કારણે સિક્યોરિટી ચેકિંગ અને ફ્લાઈટ પકડવામાં તકલીફ ન પડે અને મુસાફરોને હાલાકી ન પડે. એટલું જ નહીં પણ આવતી કાલે એરપોર્ટ પર ૬૦ થી વધુ ફ્લાઈટમાં VIP મહેમાનોની અવર જવર પણ રહેશે. જેના કારણે હવાઈ ટ્રાફિક તો વધશે જ સાથે અમદાવાદ એરપોર્ટ ફૂલ હોવાને લઈને અન્ય એરપોર્ટ પર ચાર્ટર્ડ પ્લેન પાર્ક કરાઈ શકે છે. જેમાં સુરત. રાજકોટ. વડોદરા એરપોર્ટ પર પ્લેન પાર્ક થઈ શકે છે. જેમાં પણ મેચની અસર જોવા મળશે.

આ પણ વાંચો :-

Share This Article