Sunday, Nov 2, 2025

૯૬ ગુજરાતી સહિત ૨૭૬ યાત્રીઓને લઈને ફ્રાંસથી ભારત પરત ફર્યું વિમાન

2 Min Read

ફ્રાન્સના પેરિસથી નજીક વેટ્રી એરપોર્ટ પર ૩૦૦થી વધુ ભારતીયોને લઈને જઈ રહેલા રોમાનિયાના લિજેન્ડ એરલાઈન્સના વિમાનનું લેન્ડિગ થયું હતું. જે વિામનમાં ઈમીગ્રેશન વિભાગના અધિકારીઓએ શંકાના આધારે તપાસ કરતા કબૂતરબાજી માલૂમ પડી હતી. જેને લઈ તે વિમાનને રોકી દેવાયું હતું. જે મુદ્દે મહત્વની અપડેટ સામે આવી છે, કે, ફ્રાંસમાં ફસાયેલા તમામ ભારતીયો ભારત પરત ફર્યા છે.

માનવ તસ્કરી’ની આશંકાથી ફ્રેન્ચ સત્તાવાળાઓ દ્વારા પેરિસ નજીકના એરપોર્ટ પર ત્રણ દિવસ માટે ગ્રાઉન્ડ કરવામાં આવેલ વિમાન સોમવારે ઉડાન ભરી શકશે. વિમાનમાં ૩૦૩ મુસાફરો છે, જેમાંથી મોટાભાગના ભારતીયો છે. સ્થાનિક મીડિયાએ રવિવારે આ સમાચાર આપ્યા હતા. વિમાનને જવાની મંજૂરી આપ્યા પછી, ફ્રેન્ચ ન્યાયાધીશોએ પ્રક્રિયામાં અનિયમિતતાને કારણે ૩૦૦ થી વધુ મુસાફરોને સંડોવતા કેસને અટકાવ્યો, ફ્રેન્ચ સમાચાર પ્રસારણ ટેલિવિઝન અને રેડિયો નેટવર્ક BFM ટીવીએ અહેવાલ આપ્યો.

ચાર ફ્રેન્ચ ન્યાયાધીશોએ રવિવારના રોજ ‘માનવ તસ્કરી’ની શંકામાં ગુરુવારથી પેરિસથી ૧૫૦ કિલોમીટર પૂર્વમાં વેટ્રી એરપોર્ટ પર ફ્રેન્ચ સત્તાવાળાઓ દ્વારા અટકાયતમાં લેવામાં આવેલા ૩૦૩ મુસાફરોની પૂછપરછ શરૂ કરી હતી. માનવ તસ્કરીની શંકાના આધારે પેરિસના ફરિયાદી કાર્યાલય દ્વારા શરૂ કરવામાં આવેલી તપાસના ભાગરૂપે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. સમાચારમાં કહેવામાં આવ્યું છે કે, વિમાન સોમવારે સવારે ટેકઓફ થવાની ધારણા છે. તેનું ગંતવ્ય જાણી શકાયું નથી.

Share This Article