Tuesday, Sep 16, 2025

મહાકુંભમાં નાસભાગની ઘટના અંગે વિપક્ષે યોગી સરકારનો ઘેરાવ કર્યો

3 Min Read

પ્રયાગરાજમાં આયોજિત મહાકુંભમાં નાસભાગ સર્જાય હતી. આ નાસભાગમાં 20થી વધુના મોત થયા હોવાની આશંકા સેવાય રહી છે. ત્યારે આ હવે મહાકુંભને લઈ રાજનીતિમાં ગરમાય છે. મહાકુંભ બનેલી ઘટનાને લઈ તમામ નેતા ઓની પ્રતિક્રિયા સામે આવી રહી છે. આ ઉપરાંત સુરક્ષા બંદોબસ્તમાં વધારી દેવામાં આવ્યો છે. અને અફવા પર ધ્યાન ન આપવા અપિલ પણ કરવામાં આવી છે. આ વચ્ચે કોંગ્રેસ નેતા રાહુગાંધી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોસ્ટ કરી સરકાર પર નિશાન સાધ્યું છે.

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ‘X’ પર લખ્યું કે, ‘હાલમાં મહાકુંભને ઘણો સમય બાકી છે અને હજુ ઘણાં મહાસ્નાન થવાના છે. આજ જેવી દુઃખદ ભવિષ્યમાં ન બને તેના માટે સરકારે વ્યવસ્થામાં સુધારા કરવા જોઈએ. વીઆઈપી કલ્ચર પર સકંજો કસવામાં આવે અને સરકાર સામાન્ય શ્રદ્ધાળુઓની જરૂરિયાતનો પૂર્ણ કરવા માટે શ્રેષ્ઠ વ્યવસ્થા કરે. કોંગ્રેસ કાર્યકરો અને નેતાઓને મારી અપીલ છે કે તેઓ પીડિત પરિવારોની મદદ કરે.’

બસપા સુપ્રીમો માયાવતીએ એક્સ પર કહ્યું કે, પ્રયાગરાજની સંગમ સ્થળી પર, મહાકુંભમાં થયેલી ભાગદોડમાં જે પણ શ્રદ્ધાળુઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે તથા ઘાયલ થયા છે, આ ઘટના અતિ દુ:ખદ તથા ચિંતનીય છે. આવા સમયે કુદરત પીડિતોને આ દુ:ખ સહન કરવાની શક્તિ આપે, પાર્ટીની આ જ કામના.

કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ અજય રાયે કહ્યું કે, મહાકુંભમાં મૌની અમાવસ્યાના સ્નાનના દિવસે ભાગદોડ થવાથી કેટલાય લોકોના મૃત્યુ અને ઘાયલ થવાના સમાચાર પીડાદાયક છે. આ દુ:ખદ ઘટના આ મેળાની અવ્યવસ્થા અને ઉત્તર પ્રદેશ સરકારની નિષ્ફળતાઓને ઉજાગર કરે છે. યોગી સરકારે બધા પૈસા પોતાની બ્રાંડિંગ અને માર્કેટિંગ પર ખર્ચ કર્યા, મહાકુંભમાં આવતા શ્રદ્ધાળુઓની વ્યવસ્થા પર નહીં, આ સરકારની અસંવેદનશીલતા પ્રદર્શિત કરે છે.

યોગી આદિત્યનાથે કહ્યું કે- રાત્રે 1 વાગ્યાથી 2 વાગ્યા વચ્ચે અખાડા માર્ગ પર બેરિકેડ તોડીને આવવામાં કેટલાક શ્રદ્ધાળુ ગંભીર રીતે ઘાયલ થયા છે તેમના માટે સારવારની વ્યવસ્થા કરવામાં આવી છે. સતત સ્થાનિક તંત્ર સ્નાનની વ્યવસ્થા કરી રહ્યું છે. પ્રયાગરાજમાં મહાકુંભમાં સ્નાન કરો, અમૃત સ્નાન માટે દેશભરથી આવેલા લોકોની વ્યવસ્થા માટે પીએમ મોદીએ ચાર વખત સ્થિતિની સમીક્ષા કરી છે. યોગી આદિત્યનાથે આ સાથે જ કહ્યું હતું કે, મહાકુંભમાં અત્યારે સ્થિતિ અંડરકંટ્રોલ છે, કોઇ અફવા ના ફેલાવો.

પ્રાપ્ત માહિતી પ્રમાણે મધ્યરાત્રિએ શ્રદ્ધાળુઓની ભારે ભીડ સંગમ કિનારે ઉમટી હતી. આ દરમિયાન જ બેરિકેડનો એક હિસ્સો તૂટ્યો અને નાસભાગ મચી ગઈ. જોત જોતામાં સ્થિતિ બેકાબૂ થઇ અને લોકો બેફામ આમ-તેમ ભાગવા લાગ્યા. જેના લીધે અનેક લોકોની વસ્તુઓ નીચે પડી ગઇ અને જે લોકો વસ્તુઓ ઉપાડવા નમ્યા તે ભીડ નીચે કચડાઈ ગયા. ઘણાં લોકોએ બચવા પ્રયાસ કર્યો પણ કોઈ બચવાની જગ્યા ન મળી. બધા વિખેરાઈ ગયા. અનેક ઘાયલ પણ થયા છે. સ્થિતિ જ એવી હતી કે કોઈને ખબર ના પડી શકે ખરેખર શું થઇ રહ્યું છે.’

આ પણ વાંચો :-

Share This Article