Saturday, Dec 13, 2025

દેશના યુવાનોને અઠવાડિયાના ૭૦ કલાક સુધી કામ કરવાની જરૂરિયાત, નારાયણ મૂર્તિ શું કહ્યું ?

3 Min Read

ઈન્ફોસિસના સહ-સ્થાપક નારાયણ મૂર્તિએ કહ્યું કે જો ભારત વિકસિત અર્થતંત્રો સાથે સ્પર્ધા કરવા ઈચ્છે છે તો ભારતીય યુવાનોએ સપ્તાહમાં ૭૦ કલાક કામ કરવું જોઈએ. નારાયણ મૂર્તિએ આ સૂચન કરીને દેશવ્યાપી ચર્ચા જગાવી છે.

ઈન્ફોસિસના સ્થાપક એનઆર નારાયણ મૂર્તિએ કહ્યું કે જો દેશને વૈશ્વિક મંચ પર સ્પર્ધા કરવી હોય તો વર્ક કલ્ચર બદલવાની જરૂર છે. તેમણે કહ્યું કે યુવાનોએ અઠવાડિયામાં ૭૦ કલાક કામ કરવા માટે તૈયાર રહેવું જોઈએ. નારાયણ મૂર્તિ ઈન્ફોસિસના ભૂતપૂર્વ સીઈઓ મોહનદાસ પાઈ સાથે વાત કરી રહ્યા હતા. આ દરમિયાન તેમણે દેશ નિર્માણ અને ટેકનોલોજી વિશે ખુલીને ચર્ચા કરી હતી. આ દરમિયાન મૂર્તિએ ઈન્ફોસિસ સાથે અન્ય ઘણા મુદ્દાઓ વિશે વાત કરી હતી.

નારાયણ મૂર્તિને આગામી ૧૦, ૧૫ વર્ષ માટેના તેમના અંદાજ વિશે પૂછવામાં આવતા, નારાયણ મૂર્તિએ ભારતમાં ઉત્પાદકતા સુધારવા અને સરકારી વિલંબને ઉકેલવાની જરૂરિયાત પર વાત કરી અને તેની સાથે ભારતની કાર્ય ઉત્પાદકતા વિશ્વમાં સૌથી ઓછી છે તો તેમાં વધારો કરવાની પણ વાત કરી હતી. એમને કહ્યું કે ચીન જેવા દેશો સાથે સ્પર્ધા કરવા માટે દેશના યુવાનોએ સપ્તાહમાં ૭૦ કલાક કામ કરવું જોઈએ જે રીતે જાપાન અને જર્મનીએ બીજા વિશ્વયુદ્ધ પછી કર્યું હતું.

NR નારાયણ મૂર્તિના અઠવાડિયામાં ૭૦ કલાક કામ કરવાના નિવેદનને લઈને સોશિયલ મીડિયા પર ચર્ચા છેડાઈ ગઈ છે. એક યુઝરે લખ્યું કે હું આ સાથે સંમત છું, તમારા એમ્પ્લોયર માટે ૪૦ કલાક અને તમારી રુચિઓ માટે ૩૦ કલાક કામ કરો. અન્ય એક યુઝરે લખ્યું કે તે અઠવાડિયામાં ૭૦ કલાક કામ કરવા સાથે સંપૂર્ણપણે અસંમત છે. લખ્યું કે ૭૦ કલાકના કામકાજના સપ્તાહના હિસાબે આપણે સર્વશ્રેષ્ઠ દેશ બનીશું, પણ કઈ કિંમતે? તે વ્યક્તિ અઠવાડિયામાં ૭૦ કલાક કામ કર્યા પછી શું પ્રાપ્ત કરશે? સારું સ્વાસ્થ્ય? સારું કુટુંબ? સારો સાથી? સુખ? વ્યક્તિ શું પ્રાપ્ત કરશે?

મૂર્તિએ ભારતની કાર્ય ઉત્પાદકતામાં પરિવર્તન લાવવાની તાકીદ પર ભાર મૂક્યો હતો. તેમણે દલીલ કરી હતી કે જ્યાં સુધી ભારતના યુવાનો વધુ કામના કલાકો માટે પ્રતિબદ્ધ નહીં થાય, ત્યાં સુધી દેશ એવી અર્થવ્યવસ્થાઓ સાથે જોડાવા માટે સંઘર્ષ કરશે કે જેણે છેલ્લા કેટલાક દાયકાઓમાં નોંધપાત્ર પ્રગતિ જોઈ છે.

આ પણ વાંચો :-

Share This Article