કર્ણાટકમાં સરકારી મહિલા અધિકારી પ્રતિમાની હત્યા તેના જ ઘરમાં કોણે કરી હતી, તેનો ભેદ પોલીસે ઉકેલી નાખ્યો છે. પ્રતિમાની હત્યા તેના જ ડ્રાઈવરે કરી હતી કારણ કે ૧૦ દિવસ પહેલા પ્રતિમાએ તેના ડ્રાઈવરને નોકરીમાંથી કાઢી મૂક્યો હતો. પ્રતિમાની નોકરી પર જ ડ્રાઈવરનું ઘર ચાલતું હતું અને નોકરી જતી રહેતા ડ્રાઈવરે બદલાના રુપમાં તેમની હત્યા કરી હતી.
કર્ણાટક સરકારના ખાણ અને ખનીજ વિભાગમાં મહિલા ડેપ્યુટી ડિરેક્ટર પ્રતિમાની તેમના ઘેર ચાકૂથી હત્યા કરી દેવાતા ચકચાર મચી છે. સાંજે કામ પરથી ઘેર આવ્યાં ત્યારે સાડા આઠના સુમારે તેમની હત્યા થઈ હોવાની વાત બહાર આવી હતી. કર્ણાટકના ખાણ અને ભૂસ્તરશાસ્ત્ર વિભાગમાં ડેપ્યુટી ડાયરેક્ટર તરીકે ફરજ બજાવતી લેડી ઓફિસર પ્રતિમા તેમના નિવાસસ્થાને છરીના ઘા મારીને હત્યા કરાયેલી હાલતમાં મળી આવી હતી. ડ્રાઈવર રાતે તેમને ઘેર મૂકી આવ્યો હતો જે પછી રાત્રે ૮:૩૦ વાગ્યાની આસપાસ તેમની હત્યા કરવામાં આવી હતી. આ ઘટના બની ત્યારે પ્રતિમાનો પતિ અને પુત્ર બહાર હતા.
પ્રતિમાનો ભાઈ રવિવારે વહેલી સવારે તેના ઘરે પહોંચ્યો હતો ત્યારે તેમણે તે મૃત મળી આવ્યાં હતા. આગલી રાતે જ તેમણે તેને ફોન કર્યો હતો, પણ જવાબ મળ્યો નહોતો. આથી તેમણે શક પડતાં ઘેર આવ્યાં ત્યારે આ ઘટનાની જાણ થઈ હતી. હંમેશની જેમ, શનિવારે રાત્રે ૮ વાગ્યાની આસપાસ, મૃતક પ્રતિમા ઘરે પરત ફરી હતી. ગઈકાલે રાત્રે અને આજે સવારે તેણે ફોન કોલનો જવાબ ન આપતા તેનો મોટો ભાઈ તેના ઘરે તપાસ કરવા આવ્યો હતો અને તેની હત્યાની જાણ થઈ હતી.
આ પણ વાંચો :-