Friday, Oct 24, 2025

હિઝબુલના મોસ્ટ વોન્ટેડ આતંકીની દિલ્હી પોલિસે કરી ધરપકડ

1 Min Read

દિલ્હીમાં હિઝબુલ મુજાહિદ્દીનના એક મોસ્ટ વોન્ટેડ આતંકવાદીની ધરપકડ કરવામાં આવી છે. આતંકવાદી પર ૫ લાખ રૂપિયાનું ઈનામ જાહેર કરવામાં આવ્યું હતું. તે જમ્મુ-કાશ્મીરમાં અનેક આતંકી ઘટનાઓમાં વોન્ટેડ હતો. કાશ્મીરમાં અનેક આતંકવાદી ઘટનાઓને અંજામ આપ્યા બાદ તે ભૂગર્ભમાં ગયો હતો. ગુરુવારે દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે આતંકવાદીની ધરપકડ કરી હતી.

અયોધ્યામાં રામ મંદિરમાં મોટો કાર્યક્રમ યોજાનાર છે. ૨૨ જાન્યુઆરીએ યોજાનાર આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અન્ય ઘણા VIP પણ હાજરી આપી શકે છે. આ ઉપરાંત પ્રજાસત્તાક દિને દિલ્હીમાં પણ મોટા કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે. પરંતુ તે પહેલા રાજધાની દિલ્હીમાં પ્રતિબંધિત સંગઠન હિઝબુલ મુજાહિદ્દીનના એક આતંકીની ધરપકડથી સુરક્ષા એજન્સીઓ એલર્ટ થઈ ગઈ છે.

હાલ પોલીસ આ હિઝબુલ આતંકીની પૂછપરછમાં વ્યસ્ત છે. કહેવામાં આવી રહ્યું છે કે તે ઘણી આતંકી ગતિવિધિઓને અંજામ આપીને ભૂગર્ભમાં ઉતરી ગયો હતો. પરંતુ હવે દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે આ વોન્ટેડ આતંકીને પકડી લીધો છે.

આ પણ વાંચો :-

Share This Article