Wednesday, Oct 29, 2025

રાજ્યમાં વરસાદ અંગે હવામાન વિભાગે જાહેર કર્યું એલર્ટ

2 Min Read

ગુજરાતમાં વરસાદને લઈને હવામાન વિભાગે એલર્ટ જાહેર કર્યુ છે. ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ અપાયુ છે. જ્યારે મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદનું યલો અલર્ટ છે. અમદાવાદ, પાટણ, મહેસાણા, આણંદ અને વડોદરામાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લીમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

Orange alert rain in eight districts of Gujarat heavy to very heavy rain in Saurashtra-Kutch and South Gujarat | રાજ્યના 8 જિલ્લામાં આજે વરસાદનું ઓરેન્જ એલર્ટ, સૌરાષ્ટ્ર કચ્છ-દક્ષિણ ...

મહીસાગર, દાહોદ, પંચમહાલ અને છોટાઉદેપુરમાં મુશળધાર વરસા પડવાની સંભાવના છે. આ તરફ સુરેન્દ્રનગર, બોટાદ અને ભાવનગરમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. રાજકોટ, મોરબી અને અમરેલીમાં ધોધમાર વરસાદની આગાહી કરાઈ છે. દક્ષિણ ગુજરાતમાં સાયક્લોનિલ સર્ક્યુલેશનના કારણે ભારે વરસાદની સંભાવના છે. આગામી ૫ દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. અમદાવાદમાં રથયાત્રાના દિવસે હળવા અમીછાંટણા થવાની સંભાવના છે.

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી અનુસાર, આજે ઉત્તર ગુજરાતમાં ભારેથી અતિભારે અને અમદાવાદના કેટલાક ભાગોમાં મધ્યમ વરસાદની આગાહી કરી છે. આ ઉપરાંત આગામી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદની શક્યતા રહેશે. બંગાળના ઉપસાગરમાં છઠ્ઠી જુલાઈ અને આઠમી જુલાઈ એક સિસ્ટમ બની રહી છે, જે ફરીથી રાજ્યના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે. આઠમીથી ૧૬મી જુલાઈ દરમિયાન રાજ્યના ઘણાં ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા રહેશે. અષાઢી બીજના દિવસે રાજ્યના ભાગોમાં વાદળો છવાયેલા રહેશે.

આ પણ વાંચો :-

Share This Article