Thursday, Oct 23, 2025

વિધર્મી યુવકે યુવતીને ફસાવી : બિઝનેસમાં પાર્ટનર બનાવી 22 વર્ષીય યુવતી સાથે માણ્યું શરીરસુખ

3 Min Read

The heretical young man trapped the girl

  • સુરત શહેરના વેસુ વિસ્તારમાં રહેતો સનરાઈઝ ઇવેન્ટનો માલિક વસીમએ વેસુ વિસ્તારમાં રહેતી મેંદી મૂકવાનું કામ કરતી 24 વર્ષ યુવતીને નામ બદલી પ્રેમ જાળમાં ફસાવી હતી. ત્યારબાદ યુવતીને લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચર્યું હતું.

વેસુ (Vesu) વિસ્તારમાં વિધર્મી યુવકે 24 વર્ષય યુવતી સાથે પ્રેમ સંબંધ બાંધી દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના બની છે. વિધર્મી વસીમએ નામ બદલી યુવતીને પ્રેમજાળમાં ફસાવી હતી, ત્યારબાદ લગ્નની લાલચ આપી દુષ્કર્મ (misdemeanor) આચર્યું હતું. વેસુ પોલીસે વિધર્મી યુવકની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે.

સુરત શહેરના વેસુ વિસ્તારમાં રહેતો સનરાઈઝ ઇવેન્ટનો માલિક વસીમએ વેસુ વિસ્તારમાં રહેતી મેંદી મૂકવાનું કામ કરતી 24 વર્ષ યુવતીને નામ બદલી પ્રેમ જાળમાં ફસાવી હતી. ત્યારબાદ યુવતીને લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચર્યું હતું. એટલું જ નહીં વસીમ અકરમએ પોતાના સનરાઈઝ ઇવેન્ટમાં યુવતીને ભાગીદાર પણ બનાવી હતી. યુવતીને વિશ્વાસમાં લઈ લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચારતો હતો. જોકે બાદમાં યુવતીને વિધર્મી યુવકની અસલી ઓળખની જાણ થઈ જતા યુવતીએ વેસુ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

27 વર્ષીય વિધર્મી વસીમ અકરમ મૂળ રાજસ્થાનનો વતની છે. લગ્ન પ્રસંગમાં મંડપ ડેકોરેશન ઇવેન્ટ મેનેજમેન્ટનો કામ કરતો હોવાનું સામે આવ્યું છે. આરોપી વસીમએ પોતાનું નામ વાસુ હોવાનું કહી યુવતી સાથે મુલાકાત કરી હતી. ત્યારબાદ યુવતીને પ્રેમ જાળમાં ફસાવી તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. યુવતીને વિશ્વાસમાં લેવા માટે આરોપીએ પોતાના ઇવેન્ટ મેનેજમેન્ટમાં ભાગીદાર પણ બનાવ્યું હતું.

આરોપીએ વીઝીટીંગ કાર્ડમાં પણ વાસુ નામ લખાવેલું હતું. ઈવેન્ડ મેનેજમેન્ટની ઓફિસ શીફટીંગ કરતા યુવતીને આધારકાર્ડ મળતા વિધર્મી ભાંડો ફૂટ્યો હતો. આ વિધર્મી વસીમ છે ના કે વાસુ યુવતીએ ઘટનાને લઈ વેસુ પોલીસ મથકે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

વેસુ પોલીસ મથકના પીઆઇ જણાવ્યું હતું કે ભોગ બનનારે ફરિયાદ આપી હતી કે ઉધના વિસ્તારમાં રહેતો 24 વર્ષીય વાસુ વાલડીયા ઉર્ફે અકરમ વાહિલે બળજબરીપૂર્વક સંબંધ બાંધ્યો હોય તેવી ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. પોલીસે કાર્યવાહી કરી આરોપીની ધરપકડ કરી હતી. ભોગ બનનાર મહેન્દુ મુકવાનું કામ કરે છે.

આરોપી લગ્નના ઇવેન્ટમાં મેનેજમેન્ટ નું કામ કરે છે.કોઈ પ્રસંગમાં બંને ભેગા થયા હતા. બંને સાથે મળીને ભાગીદારીમાં ઇવેન્ટ મેનેજમેન્ટ નો બિઝનેસ શરૂ કર્યો હતો. ઇવેન્ટ મેનેજમેન્ટ ની ઓફિસ બીજી જગ્યાએ બદલતા હતા. દરમિયાન ભોગ બનનાર ને આરોપીનો આધાર કાર્ડ મળી આવ્યું હતું. જેમાં આરોપીની સાચી હકીકત સામે આવી હતી.

આ પણ વાંચો :-

Share This Article