મેક્સિકોના દક્ષિણ વિસ્તારમાં આવેલા જંગલમાં વિનાશકારી આગ ફાટી નીકળી છે. જોકે આ આગ છેલ્લા બે દિવસથી જંગલના મોટાભાગના વિસ્તારોમાં લાગેલી છે. તે ઉપરાંત આ આગ મેક્સિકો માં આવેલા અન્યજંગલમાં પણ ઝડપથી ફેલાઈ રહી છે. ત્યારે વન વિભાગ અને બચાવકર્મીઓએ આગને કાબૂ કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
તો આગ જે જંગલમાં ફાટી નીકળી છે, તેના નજીકના વિસ્તારોમાં આવેલા ૭,૦૦૦ વસ્તી ધરાવતું ગામ અને મહોલ્લામાંથી લોકોનું સ્થળાતંર કરવામાં આવી રહ્યું છે. ત્યારે ૭,૦૦૦ થી વધુ લોકોનું સ્થળાતંર કરાવ્યું છે. તે ઉપરાંત આગને કારણે જંગલની નજીક આવેલા વિસ્તારમાં વીજળીના પ્રવાહ ઉપર પણ રોક લગાવી દેવામાં આવી છે. જોકે હાલ, આ આગ કુલ ૭૫ કિમી સુધી ફેલાયેલી છે. ત્યારે મેક્સિકોના વહીવટીતંત્રે US હાઇવે ૭૦ પર વાહનવ્યવહાર પર રોક મૂકવામાં આવી છે.
જે જંગલ વિસ્તારમાં આગ લાગી છે, તેની આસપાસ મોટાભાગે આદિવાસી વસ્તી વધુ છે. આગને કારણે મોટાભાગના મેક્સિકોનો દક્ષિણ વિસ્તાર સંપૂર્ણ રીતે આકાશમાં ધુમાડાના કાળા-કાળા ગોટા થવાથી ઢંકાઈ ગયો છે. તે ઉપરાંત મેક્સિકો માં લોકોને શ્વાસ લેવામાં પણ મુશ્કેલી અનુભવાય છે. તો બીજી તરફ ગરમીનો માહોલ હોવાથી આગ ઝડપથી અલગ-અલગ વિસ્તારમાં ફેલાઈ રહી છે. તો હાલ, ૩,૪૧,૦૦૦ એકર વિસ્તાર બળીને ખાક થઈ ગયો છે.
આ પણ વાંચો :-