Saturday, Nov 1, 2025

CISFની કમાન સંભાળશે પ્રથમ મહિલા અધિકારી, જાણો કોણ છે IPS નીના સિંહ?

2 Min Read

CISFના ડાયરેક્ટર જનરલની કમાન પ્રથમ વખત કોઈ મહિલાને સોંપવામાં આવી છે.૫૪ વર્ષમાં પ્રથમ વખત મહિલા અધિકારી નીના સિંહને CISF સુરક્ષા દળની કમાન સોંપવામાં આવી છે. ૧૯૬૯માં રચાયેલી CISFની કમાન્ડ માત્ર પુરૂષ અધિકારીઓ જ સંભાળતા હતા. તેઓ ૨૦૨૧ માં જ CISFમાં જોડાયા હતા. નિવૃત્તિ પહેલા તેમને મોટી જવાબદારી સોંપવામાં આવી છે. નીના સિંહ ૩૧ જુલાઈ ૨૦૨૪ ના રોજ નિવૃત્ત થવાના છે ત્યાં સુધી તેઓ CISF ચીફ રહેશે.

CISFના ડાયરેક્ટર જનરલ તરીકે નિયુક્ત નીના સિંહ રાજસ્થાન કેડરના ૧૯૮૯ બેચના IPS અધિકારી છે. અગાઉ તે CISFના એડિશનલ ડાયરેક્ટર જનરલ (ADG)નો હોદ્દો સંભાળી રહ્યા હતા. નીના સિંહ બિહારના પટનાની રહેવાસી છે. તેણીએ મહિલા કોલેજ, પટનામાંથી અભ્યાસ કર્યો, ત્યારબાદ તેણે દિલ્હીની જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી (JNU) અને અમેરિકાની હાર્વર્ડ યુનિવર્સિટીમાંથી અભ્યાસ કર્યો. તેઓ નોબેલ પુરસ્કાર વિજેતા અભિજીત બેનર્જી અને એસ્થર ડુફ્લો સાથે બે રિસર્ચ પેપર પણ લખ્યા છે.

નીના સિંહ આ પદ પર પહોંચનાર પ્રથમ મહિલા અધિકારી છે. નીના મૂળ બિહારની રાજધાની પટનાની રહેવાસી છે, સાથે જ રાજસ્થાન કેડરની આઇપીએસ ઓફિસર છે. એમને પટના મહિલા કોલેજ, જેએનયુ અને હાર્વર્ડ યુનિવર્સિટીમાંથી શિક્ષણ મેળવ્યું છે અને રોહિત કુમાર સિંહ સાથે લગ્ન કર્યા છે. હવે નીના સિંહે CISFની પ્રથમ મહિલા વડા બનીને ઈતિહાસ રચ્યો છે.

રાજસ્થાન પોલીસમાં ડીજીનું પદ મેળવનાર નીના પ્રથમ મહિલા અધિકારી છે. નીના સિંહની અંગત જીવન અને રૂચીઓ વિશે વાત કરીએ તો નીનાને લેખનમાં વિશેષ રસ છે. તેમણે અર્થશાસ્ત્રમાં નોબેલ પુરસ્કાર વિજેતા અભિજીત બેનર્જી અને એસ્થર ડુફ્લો સાથે સંશોધન પત્રો પણ સહ-લેખિત કર્યા છે. આ ઉપરાંત નીના રાજસ્થાન રાજ્ય મહિલા આયોગના સભ્ય-સચિવ પણ રહી ચૂક્યા છે. કોરોના મહામારી દરમિયાન સિંહે રાજસ્થાનમાં મુખ્ય સચિવ (સ્વાસ્થ્ય)ની જવાબદારી સંભાળી હતી.

આ પણ વાંચો :-

Share This Article